Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડમાં વધુ 6 આરોપીઓની ધરપકડ:મધ્યપ્રદેશ, દિલ્હી અને ભાવનગરથી ઝડપાયેલા 9 આરોપીઓને 7 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મળ્યા

    15 hours ago

    ભાવનગર લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીઓ દ્વારા રાજ્ય તેમજ પરપ્રાંતોમાં સતત દરોડા પાડીને લઠ્ઠાકાંડના નેટવર્ક સાથે જોડાયેલા વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ નવી ધરપકડો સાથે જ ચકચારી ઝેરી દારૂ કાંડમાં અત્યાર સુધી પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા વધીને 37 પર પહોંચી ગઈ છે. સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ અને SMC ની ટીમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશ, ભાવનગર અને નાના ખોખરામાંથી 6 શખ્સો ઝડપાયા SMC દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન દરમિયાન મધ્યપ્રદેશમાંથી 2 શખ્સો, ભાવનગર શહેરમાંથી 2 અને નાના ખોખરા ગામમાંથી 2 મળીને કુલ 6 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. અગાઉ દિલ્હીથી ઝડપાયેલા 3 આરોપીઓ તેમજ SMC દ્વારા પકડાયેલા આ 6 નવા શખ્સો સહિત કુલ 9 આરોપીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખીને તમામ 9 આરોપીઓના આગામી 7 સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પૂછપરછ દરમિયાન દારૂના જથ્થાના સ્ત્રોત અંગે વધુ ચોંકાવનારી વિગતો સામે આવી શકે. 21 નામજોગ આરોપીઓ પૈકી 5 હજુ ફરાર આ લઠ્ઠાકાંડમાં શરૂઆતમાં કુલ 21 આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તબક્કે 15 આરોપીઓની ધરપકડ કરાયા બાદ સિન્ડિકેટ સાથે જોડાયેલા વધુ 17 શખ્સોને પણ પોલીસ સકંજામાં લઈ ચૂકી છે. જોકે મૂળ એફઆઈઆરમાં દર્શાવેલા નામજોગ આરોપીઓ પૈકીના 5 મુખ્ય આરોપીઓ હજુ પણ SMC ની પકડથી દૂર છે. આ વોન્ટેડ શખ્સોને ઝડપી લેવા માટે સંભવિત આશ્રયસ્થાનો પર પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા સઘન દરોડા પાડવામાં આવી રહ્યા છે. સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા મુખ્ય સૂત્રધારોની ઓળખ જાહેર તાજેતરમાં ઝડપાયેલા મુખ્ય આરોપીઓમાં મધ્યપ્રદેશથી કેમિકલ અને દારૂની સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા દિનેશકુમાર મોહરમની શાક્ય અને લખન ભગવાન સિંહ છાડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા પાર્થ વિજયભાઈ મજેઠીયા અને પાર્થ ઉમેશ બુધેલીયા તેમજ નાના ખોખરા ગામના જગદીશસિંહ ભગવતસિંહ ગોહિલ અને અર્જુનસિંહ કાળુભા ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. ઝેરી કેમિકલ યુક્ત દારૂના ગેરકાયદે વેપાર પાછળ રહેલા અન્ય મોટા માથાઓ અને આર્થિક મદદગારો સુધી પહોંચવા માટે પોલીસ તપાસ તેજ ગતિએ આગળ ધપી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં બાળકોની બોલાચાલીમાં વૃદ્ધનું મૃત્યુ:પાડોશી સાથેની ધક્કામુક્કીમાં પટકાતા મોત, હત્યાનો ગુનો નોંધાયો
    Next Article
    વાળુકડમાં ફોન ન આપતાં મિત્ર બન્યો દુશ્મન:ધોકા વડે હુમલો કરી ₹10,000નો સ્માર્ટફોન લૂંટી લીધો, વરતેજ પોલીસ મથકે એટ્રોસિટી અને લૂંટની ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment