Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત જેલમાં વકીલો માટે નવી વ્યવસ્થા:હવે સાંજે 6 વાગ્યા સુધી જેલ સ્લિપ સ્વીકારાશે અને વકીલોની ગાડી માટે ખાસ 'લોગો' નક્કી થશે

    6 days ago

    સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન (SDBA) ના પ્રમુખ ઉદય પટેલ, સેક્રેટરી મુકુંદ રામાણી અને અન્ય હોદ્દેદારો દ્વારા તાજેતરમાં જેલની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય વકીલ મિત્રોને જેલ મુલાકાત દરમિયાન પડતી વિવિધ મુશ્કેલીઓની સમીક્ષા કરવાનો અને વ્યવસ્થામાં સુધારો લાવવાનો હતો. જેલ કન્વીનર અને સેક્રેટરીએ DySP સાથે રૂબરૂ મુલાકાત કરી હતી, જ્યારે DSP સાથે ટેલિફોનિક ચર્ચા કરીને વકીલોના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે રજૂઆત કરી હતી. વાહનો માટે ખાસ લોગો અને મુલાકાતનો સમય બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણય મુજબ, હવે વકીલોની ઓળખ માટે SDBA અને જેલ પ્રશાસન દ્વારા સંયુક્ત રીતે એક ખાસ 'લોગો' નક્કી કરવામાં આવશે. જે વકીલોની ગાડી પર આ લોગો હશે, તેમને જેલની અંદર સરળતાથી પ્રવેશ મળશે. આ ઉપરાંત મુલાકાતના સમયમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. બપોરે 3 થી 4 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવશે, જ્યારે સવારે 9 વાગ્યે આવનાર વકીલોને 10 વાગ્યે પ્રવેશ મળશે. ઇમરજન્સી કિસ્સામાં રાહત અને જેલ સ્લિપની સુવિધા માનવીય અભિગમ અપનાવતા એવો નિર્ણય લેવાયો છે કે લગ્ન કે મરણ જેવા ઈમરજન્સી કિસ્સામાં સાંજે 6:30 પછી પણ રજૂઆત કરી શકાશે. જો જામીન ઓર્ડર મોડા (સાંજે 5 થી 5:30 દરમિયાન) થાય, તો પણ DySP કે PI ને ફોન દ્વારા જાણ કરીને કેદીને છોડવાની વ્યવસ્થા કરી શકાશે. જેલ સ્લિપ સ્વીકારવાનો સમય પણ વધારીને સાંજે 6 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે, જે વકીલો માટે મોટી રાહત સમાન છે. પાયાની સુવિધાઓ અને આગામી બેઠક વકીલો માટે જેલ પરિસરમાં બેઠક વ્યવસ્થા, ઠંડા પીવાના પાણીની સુવિધા અને ઋતુ પ્રમાણે રક્ષણ મળી રહે તે માટે ભજીયા હાઉસ પાસે શેડ (છાંયડા) ની વ્યવસ્થા કરવાની ખાતરી આપવામાં આવી છે. બાકી રહેલા પ્રશ્નોના સંપૂર્ણ નિરાકરણ માટે આગામી 26 તારીખે મેઈન DSP સાથે એસોસિએશનના હોદ્દેદારો ફરી એકવાર બેઠક યોજશે, જેમાં આગળની કાર્યવાહી અને નિર્ણયો લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં યુવાનના હાથમાંથી કાટવાળો સળિયો કાઢ્યો:જનરલ હોસ્પિટલના તબીબોએ જટિલ સર્જરી કરી; શરીરમાં ચેપ, ધનુર કે ગેંગરીન થવાનું જોખમ હતું
    Next Article
    500 મીટર દોડી પિતાએ મોતના મુખથી 6 માસના બાળકને બચાવ્યું:પાલનપુર નજીક શેરપુરા ગામમાં શ્વાન માસૂમને પેટથી પકડી દોડતાં આંતરડા નીકળ્યા, બનાસ હોસ્પિટલમાં ઓપરેશન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment