Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં કરોડોની GST કરચોરીનું નેટવર્ક ધ્વસ્ત:પિતા-પુત્રની ધરપકડથી બ્રાસ માર્કેટમાં સન્નાટો, GSTના બોગસ બિલિંગ કૌભાંડમાં 20થી વધુ સ્થળોએ દરોડા

    3 दिन पहले

    જામનગર જિલ્લામાં લાંબા સમયથી ચાલી રહેલા કરોડો રૂપિયાના બોગસ બિલિંગ અને જીએસટી (GST) કરચોરીના સંગઠિત નેટવર્ક સામે રાજ્ય વેરા વિભાગે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. આ તપાસનો વ્યાપ વધતા અને કાયદાકીય સકંજો કસાતા જ કૌભાંડના મુખ્ય સૂત્રધારો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. વિભાગ હવે માત્ર GST નંબર રદ કરવા પૂરતો સીમિત ન રહેતા, ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) બ્લોક કરવાથી લઈને કરોડોની મિલકતો જપ્ત કરવા સુધીની કડક કાર્યવાહી કરી રહ્યું છે. પિતા-પુત્રની ધરપકડથી બ્રાસ માર્કેટમાં સન્નાટો છવાયો છે, GSTએ બોગસ બિલિંગ કૌભાંડમાં 20થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. 20થી વધુ સ્થળોએ દરોડા, 14 મુખ્ય ફર્મ નિશાના પર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્ય વેરા વિભાગની ટીમોએ એકસાથે 20થી વધુ સ્થળોએ દરોડા પાડી ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો એકત્ર કર્યા હતા. પ્રાથમિક તબક્કે 14 ફર્મો મુખ્ય નિશાના પર હતી: તપાસનો વ્યાપ વધ્યો: અન્ય 5 શંકાસ્પદ ફર્મો સામે આવી આ 14 ફર્મોના હિસાબોની તપાસ દરમિયાન અન્ય ઘણી શંકાસ્પદ કડીઓ મળી આવી હતી, જેના આધારે મોમાઈ એન્ટરપ્રાઇઝ, કે.ડી. મેટલ, શ્રદ્ધા એન્ટરપ્રાઇઝ, કુદરત એન્ટરપ્રાઇઝ અને ભાગીરથ એન્ટરપ્રાઇઝ પણ વિભાગના શંકાના દાયરામાં આવી ગઈ છે. સ્થળ તપાસમાં સામે આવ્યું છે કે આમાંની મોટાભાગની ફર્મો વાસ્તવમાં કોઈ વ્યવસાય કરતી ન હતી, પરંતુ માત્ર કાગળ પર જ ઊભી કરવામાં આવી હતી. આ તમામ ફર્મોને 'નોન-જેન્યુઇન ટેક્સેબલ પર્સન' (NGTP) જાહેર કરવા માટે પૂરતા પુરાવા મળી ચૂક્યા છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કાગળ પર દર્શાવેલા માલિકો માત્ર મહોરા છે, જ્યારે વાસ્તવિક સંચાલકો પડદા પાછળ રહીને આ કૌભાંડ ચલાવી રહ્યા હતા. મોડસ ઓપરેન્ડી: મુખ્ય સૂત્રધારો કોણ? તપાસ દરમિયાન અધિકારીઓને એક સામાન્ય મોડસ ઓપરેન્ડી જોવા મળી છે. માલ વાસ્તવમાં કોઈ એક જગ્યાએથી ખરીદવામાં આવતો હતો, પરંતુ તેનું બિલ અન્ય બોગસ ફર્મો પાસેથી મેળવીને ખોટી રીતે કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરાવી લેવાતી હતી. આ નેટવર્કમાં સુમિત પટેલ, અભયસિંહ વાળા, હાર્દિક સચદેવ, હાર્દિક ગઢિયા, સુરેશ વસોયા, સિદ્ધરાજસિંહ રાણા અને કાદિર જેવા નામો મુખ્ય ભૂમિકામાં હોવાનું સામે આવ્યું છે. આ પૈકીના બે મુખ્ય આરોપીઓ હાર્દિક ગઢિયા અને સુરેશ વસોયા હજુ સુધી તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી. બંને ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાથી રાજ્ય વેરા વિભાગ તેમના પર ટેકનિકલ નજર રાખી રહ્યું છે અને ટૂંક સમયમાં તેમની સામે કડક ફોજદારી પગલાં લેવામાં આવશે. પિતા-પુત્રની ધરપકડથી બ્રાસ ઉદ્યોગમાં ફફડાટ આ સમગ્ર કૌભાંડમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે માંડોવરા ટ્રેડિંગ કંપની સાથે સંકળાયેલા પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડ બાદ પૂછપરછમાં એવા રહસ્યો ખુલ્યા છે જેનાથી જામનગરના પ્રખ્યાત બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે. પિતા-પુત્ર પાસેથી મળેલી વિગતોના આધારે અન્ય કેટલાક મોટા બોગસ બિલિંગ રેકેટ્સ પણ વિભાગની નજરમાં આવ્યા છે. હાલ બ્રાસ ઉદ્યોગના અમુક વર્તુળોમાં "કાચા હિસાબથી વ્યવહાર" (બિલ વગરના વેપાર) કરવાની ચર્ચાઓ જોર પકડી રહી છે, પરંતુ જીએસટી વિભાગ આવા તમામ શંકાસ્પદ વ્યવહારો પર ફીલ્ડ લેવલ અને ટેકનિકલ મોનિટરિંગ કરી રહ્યું છે. આગામી સપ્તાહે કરોડોની મિલકતો ‘એટેચ’ થશે વિભાગની કડક ચેતવણી આપી છે કે તપાસથી બચવા માટે જો પ્રોપર્ટી ટ્રાન્સફર કરવાનો પ્રયાસ થશે, તો તેવા તમામ ખરીદ-વેચાણના વ્યવહારોને રદબાતલ ઠેરવી તેમની સામે પણ કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવશે. રાજ્ય વેરા વિભાગ હવે કરચોરોને આર્થિક રીતે પાયમાલ કરવાની તૈયારીમાં છે. સંડોવાયેલા વ્યક્તિઓની સંપત્તિની વિગતો મેળવવા સબ-રજિસ્ટ્રાર કચેરી, આવકવેરા વિભાગ તથા અન્ય સરકારી સ્ત્રોતોનો સંપર્ક સાધવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સપ્તાહમાં જ કૌભાંડીઓની કરોડો રૂપિયાની મિલકતો પર એટેચમેન્ટ (જપ્તી)ની કાર્યવાહી શરૂ થઈ શકે છે. વિભાગને એવી પણ માહિતી મળી છે કે કેટલાક આરોપીઓ પોતાની મિલકતો અન્ય વ્યક્તિઓના નામે ટ્રાન્સફર કરવાનો ગુપ્ત પ્રયાસ કરી રહ્યા છે. હવે પછીના દિવસોમાં માત્ર બિલ બનાવનારા જ નહીં, પરંતુ આવા બોગસ બિલો ખરીદનારા (લેનારા) વેપારીઓ સુધી પણ તપાસનો લાંબો હાથ પહોંચશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    બેચરાજી પંથકમાં રામપુરા-રાંતેજ રોડ બિસ્માર બનતાં સ્થાનિકોમાં રોષ:એસ.ટી. બસ બંધ થતાં દીકરીઓ અસલામતી વચ્ચે 5 કિમી પગપાળા જવા મજબૂર; ગ્રામજનોએ બેનરો સાથે કર્યો વિરોધ
    Next Article
    ભરૂચમાં ઉભેલા ટ્રેલર પાછળ ઈકોવાન ઘૂસી જતાં માતા-પુત્રનું મોત:6 લોકો ઈજાગ્રસ્ત, દ્વારકાથી પરત ફરતા સુરતના આંબલીયા પરિવારને અકસ્માત નડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment