Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસરિયાઓએ અમેરિકામાં ઘર લેવા ₹50 લાખની દહેજની માંગ કરી:ગર્ભાવસ્થામાં પણ સારવાર ન આપી પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિત 3 સામે ફરિયાદ

    7 hours ago

    શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને દહેજ ભૂખ્યા સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપી, ₹50 લાખની માંગણી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે. અમેરિકા અને મહારાષ્ટ્રમાં રહેવા દરમિયાન પરિણીતાને હેરાન પરેશાન કરી, પૈસા ન આપે તો પતિના બીજા લગ્ન કરાવી દેવાની ધમકી આપવામાં આવતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. લગ્ન બાદ અમેરિકામાં ત્રાસની શરૂઆત મકરપુરા પોલીસ મથકમાં પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી અંશુના લગ્ન 12 ડિસેમ્બર, 2019ના રોજ હિન્દુ રીતિ-રિવાજ મુજબ રાજેશ પિતાંબર ભુરે સાથે થયા હતા. લગ્ન બાદ અંશુ વડોદરા, નાગપુર અને ત્યારબાદ અમેરિકા ખાતે સાસરી પક્ષ સાથે રહી હતી. આ સમયગાળા દરમિયાન પતિ, સાસુ અને સસરા દ્વારા તેને અવારનવાર મેણા-ટોણા મારી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ‘બીજી જ્ઞાતિમાં લગ્ન કર્યા હોત તો વધુ દહેજ મળત’ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સાસરિયાઓ અવારનવાર કહેતા હતા કે, જો અમારા દીકરાએ પોતાની જ્ઞાતિમાં લગ્ન કર્યા હોત તો અમને વધુ રોકડ રકમ અને સોનું મળ્યું હોત. આરોપીઓએ અંશુ પાસે સોનાની ચેઈન અને અમેરિકામાં સ્થાયી થવા માટે ₹50 લાખની રોકડ રકમની માંગણી કરી હતી. જો આ રકમ ન આપે તો અંશુને છોડી દઈને પતિના બીજા લગ્ન કરાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. ગર્ભાવસ્થામાં પણ સારવાર ન આપી પીડિતાએ આક્ષેપ કર્યો છે કે ગર્ભાવસ્થા દરમિયાન પણ તેની યોગ્ય કાળજી રાખવામાં આવી નહોતી અને તેને જરૂરી દવા કે સારવાર પૂરી પાડવામાં આવતી નહોતી. એટલું જ નહીં, બાળકના જન્મ બાદ તેનું નામ બદલવા બાબતે પણ દબાણ કરી ગંભીર પરિણામો ભોગવવાની ધમકીઓ આપવામાં આવતી હતી. પોલીસે પતિ અને સાસુ-સસરા સામે ગુનો નોંધ્યો મકરપુરા પોલીસે આ મામલે પતિ રાજેશ ભુરે, સસરા પિતાંબર શામજી ભુરે અને સાસુ મંદા પિતાંબર ભુરે (તમામ રહે. નાગપુર, મહારાષ્ટ્ર) વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દહેજ અને મહિલા અત્યાચારના કેસમાં 4 વર્ષથી ફરાર આરોપી પકડાયો:સુરતથી 1200 કિમી દૂર નોઈડાની કંપનીમાં હેલ્પર બની છુપાયેલા શિવમને પોલીસે વેશપલટો કરી દબોચ્યો
    Next Article
    GSTની ચોરી પકડતી DGGI ઓફિસના રેકોર્ડ રૂમમાં આગ:મહત્વના દસ્તાવેજો ખાખ; સુરતમાં વ્હાઈટ હાઉસના ચોથા માળે આગથી દોડધામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment