Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSTની ચોરી પકડતી DGGI ઓફિસના રેકોર્ડ રૂમમાં આગ:મહત્વના દસ્તાવેજો ખાખ; સુરતમાં વ્હાઈટ હાઉસના ચોથા માળે આગથી દોડધામ

    7 hours ago

    સુરત શહેરના વીઆઈપી રોડ પર આવેલી ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)ની ઓફિસમાં આજે(11 મે) સવારે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ ઓફિસના ચોથા માળે આવેલા રેકોર્ડ રૂમમાં લાગી હોવાથી ટેક્સ ચોરીને લગતા અનેક મહત્વના દસ્તાવેજો અને ફાઈલો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે. ફાયર વિભાગે ભારે જહેમત બાદ બે કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઓફિસ શરૂ થવાના સમયે જ આગથી દોડધામ મળતી માહિતી પ્રમાણે, વેસુ વીઆઈપી રોડ પર આવેલા વ્હાઈટ હાઉસ બિલ્ડિંગના ચોથા માળે DGGIની ઓફિસ આવેલી છે. સોમવારે સવારે 9:21 કલાકે જ્યારે ઓફિસ શરૂ થવાની તૈયારીમાં હતી, ત્યારે રેકોર્ડ રૂમમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાને પગલે બિલ્ડિંગમાં રહેલા કર્મચારીઓ અને લોકો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ આગની જાણ થતા જ સુરત મહાનગરપાલિકાના વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી સહિત ત્રણ ફાયર સ્ટેશનની 6થી વધુ ગાડી અને ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બે કલાક સુધી ચાલેલા ઓપરેશન બાદ ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ધુમાડો વધુ હોવાથી ઓક્સિજન માસ્ક પહેરી કામગીરી કરી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી, પરંતુ રેકોર્ડ રૂમમાં રહેલી ફાઈલોને આગ અને પાણીના કારણે વ્યાપક નુકસાન થયું છે. મહત્વના દસ્તાવેજો અને ફાઈલો બળીને ખાખ DGGI વિભાગ મુખ્યત્વે મોટા પાયે થતી GSTની કરચોરી પકડવાનું કામ કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે રેકોર્ડ રૂમમાં આગ લાગી ત્યાં કરચોરીના અનેક સંવેદનશીલ કેસોના પુરાવા, ફાઈલો અને જપ્ત કરેલા દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા. આગને કારણે આ પેપરવર્ક અને ફાઈલો બળી ગઈ છે, જેના કારણે આગામી તપાસમાં અડચણ આવી શકે છે. શોર્ટ સર્કિટ કે અન્ય કારણ? તપાસ શરૂ આગ લાગવાનું પ્રાથમિક કારણ અગમ્ય જણાવાયું છે, જોકે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. GST જોઈન્ટ કમિશનર ગુરુશ મથારુ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાસરિયાઓએ અમેરિકામાં ઘર લેવા ₹50 લાખની દહેજની માંગ કરી:ગર્ભાવસ્થામાં પણ સારવાર ન આપી પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિત 3 સામે ફરિયાદ
    Next Article
    ગોધરામાં પંચરની દુકાનમાં આગ:ટાયરો સળગતા ધુમાડાનું સામ્રાજ્ય, ફાયર ફાઈટરોએ કાબૂ મેળવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment