Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં પંચરની દુકાનમાં આગ:ટાયરો સળગતા ધુમાડાનું સામ્રાજ્ય, ફાયર ફાઈટરોએ કાબૂ મેળવ્યો

    7 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગત રાત્રે કોઠી સ્ટીલ નજીક આવેલી એક પંચરની દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દુકાનમાં ટાયરો રાખેલા હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી અને તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    GSTની ચોરી પકડતી DGGI ઓફિસના રેકોર્ડ રૂમમાં આગ:મહત્વના દસ્તાવેજો ખાખ; સુરતમાં વ્હાઈટ હાઉસના ચોથા માળે આગથી દોડધામ
    Next Article
    3.04 કરોડનો મુદ્દામાલ જપ્ત:વાંકાનેરના વિનયગઢમાં બે સ્થળે ખનીજ ચોરી પર રેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment