Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3.04 કરોડનો મુદ્દામાલ જપ્ત:વાંકાનેરના વિનયગઢમાં બે સ્થળે ખનીજ ચોરી પર રેડ

    6 hours ago

    વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં છેલ્લા 24 કલાકમાં ખનીજ ચોરી પર બે અલગ-અલગ દરોડા પાડવામાં આવ્યા હતા. મોરબી જિલ્લા LCB, SOG અને સ્થાનિક પોલીસે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને આ કાર્યવાહી કરી હતી. આ બંને દરોડામાં કુલ રૂ. 3.04 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રથમ દરોડામાં, મોરબી જિલ્લા LCB અને SOGની ટીમે ખાણ ખનીજ વિભાગ સાથે મળીને વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં ગેરકાયદેસર ખનીજ ખનન સ્થળ પર કાર્યવાહી કરી હતી. અહીંથી છ ડમ્પર (GJ 36 Y 8877, GJ 18 AU 9068, GJ 13 AX 9297, GJ 13 AX 5592, GJ 13 X 7171, GJ 13 W 2351), એક જેસીબી અને એક ટ્રેક્ટર લોડર સહિત કુલ રૂ. 1.39 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં ગભરુભાઈ નાથાભાઈ રબારી (રહે. તરણેતર) અને વાલાભાઈ ગગજીભાઈ અલગોતર (રહે. જામવાડી)ના નામ સામે આવ્યા છે, જેમની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે. ખાણ ખનીજ વિભાગે દંડ વસૂલવાની કાર્યવાહી પણ શરૂ કરી છે. બીજા દરોડામાં, વાંકાનેર સ્થાનિક પોલીસને વિનયગઢ ગામના જમુરી સીમ વિસ્તારમાં ડુંગર પાસે ગેરકાયદેસર ખનીજ ખનન થતું હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડીને પાંચ ડમ્પર (GJ 3 CU 9228, GJ 3 CU 8619, GJ 17 TT 9651, GJ 13 TA 2525, GJ 13 AX 6118) અને એક જેસીબી મશીન સહિત કુલ રૂ. 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ખનીજ ચોરીમાં હરેશભાઈ જગાભાઈ ડોડા (રહે. વિનયગઢ, તા. વાંકાનેર)નું નામ સામે આવ્યું છે. પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં પંચરની દુકાનમાં આગ:ટાયરો સળગતા ધુમાડાનું સામ્રાજ્ય, ફાયર ફાઈટરોએ કાબૂ મેળવ્યો
    Next Article
    5 tourists from Gujarat among 6 dead as SUV plunges into gorge in Himachal’s Chamba

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment