Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દહેજ અને મહિલા અત્યાચારના કેસમાં 4 વર્ષથી ફરાર આરોપી પકડાયો:સુરતથી 1200 કિમી દૂર નોઈડાની કંપનીમાં હેલ્પર બની છુપાયેલા શિવમને પોલીસે વેશપલટો કરી દબોચ્યો

    8 hours ago

    સુરતના સચીન GIDC પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મહિલા અત્યાચાર અને દહેજ પ્રથાના ગંભીર ગુનામાં છેલ્લા 4 વર્ષથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને પકડવામાં ઝોન-6 LCBને મોટી સફળતા મળી છે. આરોપી શીવમ છન્નીપ્રસાદ દોહરે વિરુદ્ધ કોર્ટે કલમ 70 મુજબનું વોરંટ પણ બહાર પાડ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ધરપકડથી બચવા માટે પોતાનું વતન છોડી ઉત્તરપ્રદેશ-દિલ્હી બોર્ડર પર નોઈડામાં છુપાયો છે. પોલીસની એક ખાસ ટીમ 1200 કિમી દૂર નોઈડા પહોંચી હતી. ત્યાં સતત ચાર દિવસ સુધી વેશપલટો કરી, મજૂર અને સ્થાનિક રહીશ બની પોલીસે વોચ ગોઠવી હતી અને આખરે આરોપી જ્યારે પોતાની કંપનીમાં કામ પર હતો ત્યારે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. પોલીસથી બચવા માટે વારંવાર રહેઠાણ અને નોકરીના સ્થળો બદલતો આ ઓપરેશનની સફળતા પાછળ પોલીસનું ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોનું સચોટ નેટવર્ક મુખ્ય રહ્યું છે. આરોપી અત્યંત સાવધ હતો અને પોલીસથી બચવા માટે વારંવાર પોતાના રહેઠાણ અને નોકરીના સ્થળો બદલતો રહેતો હતો. તે છેલ્લા લાંબા સમયથી મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગમાં પણ સાવચેતી રાખતો હતો. જોકે, ઝોન-6 LCBની ટીમે તેના જૂના સંપર્કો અને ટેકનિકલ ફૂટપ્રિન્ટ્સને આધારે તેનું ચોક્કસ લોકેશન નોઈડા ફેઝ-2 વિસ્તારમાં હોવાનું શોધી કાઢ્યું હતું. આ બાતમી એટલી સચોટ હતી કે પોલીસને ખબર પડી ગઈ હતી કે તે કઈ કંપનીમાં અને કયા હોદ્દા પર કામ કરી રહ્યો છે. નોઈડામાં આરોપી ઓળખ છુપાવીને રહેતો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી શીવમ દોહરે (ગૌતમ) સુરતથી ભાગીને નોઈડામાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. તે નોઈડા ફેઝ-2 પોલીસ સ્ટેશનની હદમાં આવેલી 'મીકીફોલ' નામની કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો. ધરપકડથી બચવા માટે તેણે ત્યાં કોઈની પણ સાથે પોતાના ભૂતકાળ વિશે ચર્ચા કરી નહોતી. તે થોડા-થોડા સમયે કંપનીઓ બદલી નાખતો જેથી કોઈ લાંબો સમય સુધી તેના પર નજર ન રાખી શકે. હાલમાં તે નોઈડાના નયા ગાવ વિસ્તારમાં ભાડેથી રહેતો હતો અને સામાન્ય મજૂર તરીકે જીવન વિતાવી કાયદાના સકંજામાંથી બચવાનો પ્રયાસ કરતો હતો. પોલીસનો ફિલ્મી વેશપલટો અને 4 દિવસની વોચ ગોઠવી સુરતથી નોઈડા પહોંચેલી LCBની ટીમે ઉતાવળ કરવાને બદલે ધીરજથી કામ લીધું હતું. 1200 કિમીનો પ્રવાસ ખેડીને પહોંચેલી ટીમને ડર હતો કે જો આરોપીને જરા પણ ગંધ આવશે તો તે ફરીથી ફરાર થઈ જશે. આથી, પોલીસ જવાનોએ નોઈડાની ગીચ ગલીઓમાં અને કંપનીની આસપાસ વેશપલટો કર્યો હતો. કોઈ જવાન ફેરીવાળો બન્યો તો કોઈ સ્થાનિક કામદાર. સતત ચાર દિવસ સુધી તેની હિલચાલ પર નજર રાખ્યા બાદ, જ્યારે ચોક્કસ ખાતરી થઈ કે આ જ આરોપી છે, ત્યારે જ પોલીસે ઓપરેશન પાર પાડ્યું હતું. રોડ નં. 83, પ્લોટ નં. B/25 પર આવેલી કંપનીમાંથી તેને ભાગવાની તક આપ્યા વગર જ દબોચી લેવામાં આવ્યો હતો. દહેજ અને મહિલા અત્યાચારનો કેસ આરોપી શીવમ સામે સચીન GIDC પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પીનલ કોડ (IPC) ની કલમ 498(A), 323, 504, 114 તેમજ દહેજ પ્રતિબંધક અધિનિયમની કલમ 3 અને 4 મુજબ ગુનો નોંધાયેલો છે. પરિણીતા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવા તેમજ દહેજની માંગણી કરવાના આ કેસમાં તે લાંબા સમયથી વોન્ટેડ હતો. મહિલા સુરક્ષાને ગંભીરતાથી લેતા સુરત પોલીસે આ જૂના કેસના આરોપીને પકડવા માટે ખાસ પ્રાથમિકતા આપી હતી. 25 વર્ષીય આ આરોપી મૂળ ઉત્તરપ્રદેશના કાનપુર દેહાત જિલ્લાના સટ્ટી પોલીસ સ્ટેશન હેઠળના ગીરધરપુર ગામનો વતની છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરાશે ધરપકડ બાદ આરોપી શીવમને સુરત લાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવશે કે આ 4 વર્ષ દરમિયાન તેને અન્ય કોણે આશરો આપ્યો હતો. ટ્રાન્ઝિટ રિમાન્ડ અને અન્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેને સંબંધિત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સચીન GIDC પોલીસ હવે આ કેસમાં પુરાવાઓ એકત્રિત કરી ચાર્જશીટની પ્રક્રિયાને વેગ આપશે.
    Click here to Read More
    Previous Article
    સાવલીના મેવલીયાપુરા ગામે બે સમાજ વચ્ચે ધીંગાણું:સોશિયલ મીડિયા પોસ્ટને લઈ બબાલ, સામસામે પથ્થરમારો, બે ઈજાગ્રસ્ત; 19 સામે ફરિયાદ
    Next Article
    સાસરિયાઓએ અમેરિકામાં ઘર લેવા ₹50 લાખની દહેજની માંગ કરી:ગર્ભાવસ્થામાં પણ સારવાર ન આપી પરિણીતાને ત્રાસ આપતા પતિ સહિત 3 સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment