Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરને તાળું મારી બહારગામ ગયેલા પરિવારને ત્યાં ચોરી:ફુલસર વિસ્તારમાં મિસ્ત્રી કામ કરતા વૃદ્ધના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરો કુલ રૂ.19 હજારથી વધુની મત્તા ચોરી કરી ફરાર

    7 hours ago

    ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા અને મિસ્ત્રી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા 63 વર્ષીય વૃદ્ધના બંધ મકાનના તાળા તોડી કોઈ અજાણ્યા ચોર ઇસમો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ.19 હજારથી ની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ફુલસર વિશ્વકર્મા સોસાયટી પ્લોટ નં.4 ખાતે રહેતા બટુકભાઈ કરશનભાઈ કડોળીયા ગત તા.30/6 ના રોજ પોતાની પત્ની અંજનાબેન સાથે મહુવા મુકામે મકાનને તાળું મારી મિસ્ત્રી કામ અર્થે ગયા હતા. જતા પહેલા તેમણે પોતાના મકાનની ચાવી સામે રહેતા પાડોશી હિતેશ કાંતિભાઈ વોરાને સોંપી હતી., આ દરમિયાન, ગત તા.5/8 ના રોજ સવારના દસેક વાગ્યાના સુમારે પાડોશી હિતેશનો ફોન આવ્યો હતો કે, "તમારા ઉપર-નીચેના મકાનના દરવાજા ખુલ્લા છે અને રૂમમાં કબાટ તૂટેલા છે." આ સમાચાર મળતા જ બટુકભાઈ તરત જ મહુવા ખાતેથી પોતાના ભાવનગર સ્થિત ઘરે દોડી આવ્યા હતા, ઘરે આવીને તપાસ કરતા ઘરમાં સામાન વેરવિખેર પડેલો હતો અને ત્રણેય રૂમમાં રહેલા કબાટના લોક તોડેલા હતા, આ બાબતે તેમણે પોતાના સંતાનોને ફોન કરી પૂછપરછ કરતા મોટા પુત્ર જીગ્નેશના કબાટમાંથી બાળકોને ભેટમાં આવેલા સોનાના પેડલ નંગ-4, કિંમત અંદાજે રૂ.17,000 ના સોના-ચાંદીના ઘરેણાં, ચાંદીના કદોરા નંગ-2, ચાંદીની કડલી નંગ-2, ચાંદીના બોરીયા નંગ-2, ચાંદીની પોચી નંગ-2 તથા બાળકોના ગલ્લામાંથી રૂ.700 રોકડા તેમજ પુત્ર રવિના કબાટમાંથી માટીના બે ગલ્લા તોડી અંદાજે રૂ.2100 રોકડા તથા અન્ય પુત્ર જયસુખના કબાટનું લોક પણ તોડવામાં આવ્યું હતું આમ, અજાણ્યા ચોર ઇસમોએ કુલ રૂ.19,800 ની મતા ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા, આથી બટુકભાઈએ બોરતળાવ પોલીસ મથકે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિગો ફ્લાઇટના એન્જિનમાં ખરાબી, ચેન્નઈમાં ઇમરજન્સી લેન્ડિંગ:224 મુસાફરો સવાર હતા; પાયલટને એન્જિન ફેલ થવાની આશંકા જણાઈ
    Next Article
    How This Small Country Defeated America & China and Became an Economic Powerhouse

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment