Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નોટરીયલ ટિકિટની અછતથી વકીલો પરેશાન:₹50ની ટિકિટ ન મળતાં કલેક્ટર સમક્ષ રજૂઆત, ઈ-સ્ટેમ્પિંગ બાબતે સ્પષ્ટતાની માગ

    12 hours ago

    સુરતમાં નોટરી તરીકે સેવા આપતા વકીલો છેલ્લા કેટલાક સમયથી નોટરીયલ ટિકિટની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. નોટરીયલ દસ્તાવેજો તૈયાર કરવા માટે સરકારી નિયમ મુજબ રૂ. 50ની નોટરીયલ ટિકિટ લગાવવી ફરજિયાત હોય છે. જોકે, છેલ્લા આશરે 1 મહિનાથી બજારમાં કે વિતરણ કેન્દ્રો પર પૂરતી સંખ્યામાં ટિકિટો ઉપલબ્ધ ન હોવાથી કાનૂની દસ્તાવેજીકરણની દૈનિક કામગીરી ગંભીર રીતે ખોરંભે પડી છે. માગની સરખામણીએ નહિવત જથ્થો મળતો હોવાથી નોટરીઓ પોતાના અસીલોના કામ સમયસર પૂર્ણ કરી શકતા નથી. કૃત્રિમ અછતના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત ટિકિટોની અછતને કારણે સર્જાયેલી વિષમ પરિસ્થિતિને ધ્યાને રાખીને એડવોકેટ તથા નોટરીના સુરત જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આ અછત કૃત્રિમ રીતે ઊભી કરવામાં આવી રહી હોવાની આશંકા છે. સ્થાનિક સ્તરે પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું છે કે ટિકિટોનો સ્ટોક ખાલી થઈ ગયો છે અને સમગ્ર ગુજરાતમાં પણ પૂરતો જથ્થો ઉપલબ્ધ નથી. વકીલોએ કલેક્ટર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ટિકિટોનો નિયમિત પુરવઠો સુનિશ્ચિત કરવાની માગ કરી છે. ઈ-સ્ટેમ્પિંગ પ્રક્રિયા અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવા માગ લેખિત રજૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ઈ-સ્ટેમ્પિંગ પ્રક્રિયા અંગે પણ સ્પષ્ટતા કરવાની રજૂઆત કરાઈ છે. ખાસ કરીને નોન-રજિસ્ટ્રેશન દસ્તાવેજોમાં નોટરી એક્ટ સંબંધિત આર્ટિકલનો ઉપયોગ કઈ રીતે કરવો અને સ્ટેમ્પ વેચનારના નામનો સ્ટેમ્પ કઈ પદ્ધતિથી લગાવવો, તે અંગે નોટરીઓમાં અસમંજસતા પ્રવર્તે છે. આ બાબતે વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ ગાઇડલાઇન જાહેર કરવામાં આવે જેથી કાનૂની ગૂંચવણો ઊભી ન થાય અને વકીલોની કામગીરી સરળ બને. રૂ. 1ની કોર્ટ ફી ટિકિટ પણ ગાયબ: નાછૂટકે વધારાનો ખર્ચ બીજી તરફ, સુરત કોર્ટ સંકુલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રૂ. 1ની કોર્ટ ફી ટિકિટ ન મળવાને કારણે વકીલો અને પક્ષકારો હેરાન થઈ રહ્યા છે. જામીન અરજી, વકીલપત્ર અને મુદત રિપોર્ટ સહિતની વિવિધ અરજીઓ પર નિયમ મુજબ રૂ. 3ની કોર્ટ ફી ટિકિટ લગાવવી ફરજિયાત હોય છે. પરંતુ રૂ. 1ની છૂટી ટિકિટ ન મળવાથી વકીલોએ નાછૂટકે રૂ. 2ની 2 ટિકિટો મળીને કુલ રૂ. 4ની ટિકિટ લગાવવી પડે છે. ટિકિટ વેચનારાઓનું કહેવું છે કે રૂ. 1ની ટિકિટનું વેચાણ બંધ થઈ ગયું છે. સામાન્ય અસીલો અને પક્ષકારો પર વધતો આર્થિક બોજ આ ટેકનિકલ અછતના કારણે પ્રત્યેક અરજી દીઠ પક્ષકારોને રૂ. 1નો વધારાનો ખર્ચ વેઠવો પડી રહ્યો છે, તેમ વકીલ અભિષેક રાજપૂતએ જણાવ્યું હતું. સુરત કોર્ટમાં દરરોજ સેંકડોની સંખ્યામાં જામીન અરજીઓ અને કાનૂની દસ્તાવેજો રજૂ થતા હોય છે. આ સંજોગોમાં પ્રતિ અરજી રૂ.1નો વધારાનો બોજ એકત્રિત થઈને દર મહિને એક મોટો આર્થિક બોજ બની જાય છે, જેનો સીધો માર સામાન્ય પક્ષકારો અને અસીલો પર પડી રહ્યો છે. આથી નોટરીયલ ટિકિટ અને કોર્ટ ફી ટિકિટ બંનેની અછત તાકીદે દૂર કરવાની માગ બુલંદ બની છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર ડિવિઝનને માર્ગ-પુલોમાં રાજ્યનો પ્રથમ એવોર્ડ:ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું
    Next Article
    બોટાદમાં કોળી સમાજે 'સામાજિક જીવન સહાય યોજના' શરૂ કરી:પરિવારના મોભીના અવસાન પર સભ્યો દ્વારા 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરાશે, યુવાનોની અનોખી પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment