Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગર ડિવિઝનને માર્ગ-પુલોમાં રાજ્યનો પ્રથમ એવોર્ડ:ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું

    12 hours ago

    ગુજરાતના માળખાગત વિકાસને મજબૂત બનાવવા ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગની બે દિવસીય ચિંતન શિબિર યોજાઈ. ‘ગતિ, ગુણવત્તા અને ગૌરવ: એક્સેલરેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર વિકસિત ગુજરાત 2047’ થીમ પર આધારિત શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો. શિબિરમાં રસ્તા અને પુલોના નિર્માણ-જાળવણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા વિભાગોનું ગવર્નન્સ પરફોર્મન્સ ઈન્ડેક્ષ (GPI)ના માપદંડો પ્રમાણે મૂલ્યાંકન થયું. જેમાં હિંમતનગર ડિવિઝન ગુજરાતમાં પ્રથમ આવ્યું. આ સિદ્ધિ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હિંમતનગર ડિવિઝનને એવોર્ડ આપ્યો. ડિવિઝન વતી કાર્યપાલક ઈજનેર રુચિર ધ્રુવે એવોર્ડ સ્વીકાર્યો. મુખ્યમંત્રીએ GPI મુજબ શ્રેષ્ઠ કામગીરી કરનારા અન્ય ઈજનેરો-અધિકારીઓને પણ પ્રોત્સાહિત કર્યા. શિબિરમાં વર્ક આસિસ્ટન્ટથી સચિવ કક્ષા સુધીના અધિકારીઓ રાજ્યના માળખાગત વિકાસ અંગે ચર્ચા કરી રહ્યા છે. હિંમતનગર ડિવિઝનની આ સિદ્ધિ બદલ સાબરકાંઠા કલેક્ટર સહિત જિલ્લાના અધિકારીઓએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને અભિનંદન આપ્યા.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પાર્કિગ મુદ્દે ધીંગાણું, વેપારી લોહીલુહાણ:ફોઈને મળવા આવેલા યુવકને મહિલા સહિતના રહીશોએ બેફામ માર્યો, હોમગાર્ડ પટ્ટાથી તૂટી પડ્યાનો આક્ષેપ
    Next Article
    નોટરીયલ ટિકિટની અછતથી વકીલો પરેશાન:₹50ની ટિકિટ ન મળતાં કલેક્ટર સમક્ષ રજૂઆત, ઈ-સ્ટેમ્પિંગ બાબતે સ્પષ્ટતાની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment