Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં પાર્કિગ મુદ્દે ધીંગાણું, વેપારી લોહીલુહાણ:ફોઈને મળવા આવેલા યુવકને મહિલા સહિતના રહીશોએ બેફામ માર્યો, હોમગાર્ડ પટ્ટાથી તૂટી પડ્યાનો આક્ષેપ

    11 hours ago

    વડોદરાના હરણી રોડ પર આવેલી વિજયનગર સોસાયટીમાં પાર્કિંગ જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર હિંસામાં પરિણમ્યો હતો. મહિલાઓ સહિતના રહીશો વેપારી યુવક પર તૂટા પડ્યા હતાં. હોમગાર્ડ જવાને પણ ખાખી વર્દીનો રોફ બતાવી પટ્ટાથી વેપારી પર હુમલો કર્યો હતો. વચ્ચે પડેલા વેપારીના સંબંધીઓને પણ માર માર્યો હતો. આ ઘટનામાં વેપારીને માથાના ભાગેથી લોહી વહેવા લાગતા SSG હોસ્પિટલમાં ખસેડાયો હતો છે. મારામારી સમયના દૃશ્યો ફોઈને મળવા આવેલા વેપારીને માર માર્યો ન્યૂ VIP રોડ પર મોબાઈલ શોપ ધરાવતા વેપારી કિશન કાયસ્થ હરણી રોડ સ્થિત વિજયનગર સોસાયટીમાં રહેતા પોતાના ફોઈના ઘરે તેમને મળવા માટે આવ્યા હતા. આ દરમિયાન સોસાયટીમાં વાહન પાર્કિંગ કરવા મુદ્દે સ્થાનિક રહેવાસી અને હોમગાર્ડ જવાન વચ્ચે સામાન્ય કહેવાતી બોલાચાલી શરૂ થઈ હતી. જોકે, વાતચીત પતાવવાને બદલે હોમગાર્ડ જવાન અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાના પદ તથા ખાખી વર્દીનો અહંકાર બતાવી શરીર પરથી વર્દીનો કમરપટ્ટો (બેલ્ટ) ઉતારી લીધો હતો. હોમગાર્ડ જવાને કમરપટ્ટા વડે વેપારી કિશન કાયસ્થ પર આડેધડ ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું, જેમાં વેપારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. વેપારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ માથામાંથી સતત રક્તસ્ત્રાવ થતાં વેપારી સ્થળ પર જ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા. આ હિંસક ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તુરંત જ બચાવ અર્થે વચ્ચે પડ્યા હતા, પરંતુ હોમગાર્ડ જવાનના આક્રમક વલણને કારણે સ્થળ પર મામલો વધુ ગરમ બન્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિકોએ તુરંત જ 108 જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે લોહીલુહાણ હાલતમાં વેપારીને તાત્કાલિક સારવાર માટે સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં ખસેડ્યા હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. મારામારીનો વીડિયો વાઇરલ થયો બીજી તરફ, ઇજાગ્રસ્તનું પરિવારજનોએ જણાવ્યું હતું કે, હોમગાર્ડ જવાનને સુરક્ષા માટે રખાય છે કે લોકોને મારવા માટે? હાલ તો સમગ્ર મારામારી અને હુમલાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા તથા સ્થાનિકોના મોબાઈલમાં કેદ થઈ ગયો છે, જે હાલ વાઇરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રજાની સુરક્ષા માટે મુકાયેલા હોમગાર્ડ જવાને જાહેરમાં વર્દીનો બેલ્ટ ઉતારી સામાન્ય નાગરિક પર કરેલા હિંસક હુમલાને લઈને પોલીસ તંત્ર અને હોમગાર્ડ વિભાગના વર્તન સામે ગંભીર પ્રશ્નાર્થચિહ્નો ઊભા થયા છે. સ્થાનિક રહીશો તથા પીડિત પરિવાર દ્વારા કાયદાનો અનાદર કરનાર આ હોમગાર્ડ જવાન સામે સખતમાં સખત કાનૂની અને વિભાગીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.
    Click here to Read More
    Previous Article
    10 લાખ શ્રમિકોનું યુપી-બિહાર પલાયન, 'ગાંવ ચલો આંદોલન' તેજ બન્યુ:સુરત રેલવે સ્ટેશન પર લાઈનો, સપ્તાહિક રજાની માગ અને શોષણથી કંટાળ્યા; કહ્યું-રજા માગી તો શેઠે કાઢી મુક્યો
    Next Article
    હિંમતનગર ડિવિઝનને માર્ગ-પુલોમાં રાજ્યનો પ્રથમ એવોર્ડ:ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment