Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના તથ્ય પટેલ અકસ્માત કેસમાં નવો વળાંક:બનાવ સમયે તથ્ય સાથે કારમાં સવાર 5 મિત્રો કોર્ટમાં ફરી ગયા, કારની સ્પીડ અંગેના નિવેદન બદલી નાખ્યા

    7 hours ago

    અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે. આ દરમિયાન અકસ્માત સમયે તથ્યની જેગુઆર કારમાં સવાર તેના પાંચેય મિત્રો ગાડીની ઝડપના મુદ્દે હોસ્ટાઇલ જાહેર થયા છે. જોકે, આ સાક્ષીઓ ફરી જવા છતાં કેસ પર કોઈ નકારાત્મક અસર થવાની શક્યતા નહિવત છે, કારણ કે પોલીસ પાસે સમગ્ર ઘટનાના મજબૂત સાયન્ટિફિક અને ટેકનિકલ પુરાવા ઉપલબ્ધ છે. મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનથી પાંચેય મિત્રો ફરી ગયા અકસ્માત સમયે જેગુઆર કારમાં બેસેલા તથ્ય પટેલના મિત્રો માલવિકા પટેલ, શાન સોની, ધ્વનિ પંચાલ, આર્યન પંચાલ અને શ્રેયા પટેલ ટ્રાયલ દરમિયાન ગાડીની ઝડપ મામલે પોતાના અગાઉના નિવેદનથી ફરી ગયા છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ સાક્ષીઓએ અગાઉ CrPC કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું કે, અકસ્માત સમયે તથ્ય ખૂબ જ પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો અને તેમણે ગાડી ધીમી કરવા ટોક્યો હોવા છતાં તે માન્યો ન હતો. FSL, RTO અને કેમેરા ફૂટેજના ટેકનિકલ પુરાવા કેસને મજબૂત રાખશે સાક્ષીઓ હોસ્ટાઇલ થવા છતાં ગાડીની સ્પીડ અંગેનો મુદ્દો નબળો પડવાની શક્યતા નહિવત છે. સમગ્ર દુર્ઘટના એક બાઈકચાલકના કેમેરામાં કેદ થઈ હતી, જેની ફ્રેમ-ટુ-ફ્રેમ તપાસ કરીને કારની ઝડપ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત FSL, RTO અને કાર કંપનીના ટેકનિકલ ડેટા તેમજ એન્ટી-બ્રેકિંગ સિસ્ટમની તપાસમાં અકસ્માત સમયે કાર આશરે 140 કિમી/કલાકની ઝડપે દોડતી હોવાનું સત્તાવાર રીતે સાબિત થઈ ચૂક્યું છે. કોર્ટમાં આવા નક્કર સાયન્ટિફિક પુરાવા અને અન્ય પ્રત્યક્ષદર્શી સાક્ષીઓની જુબાની ચુકાદા માટે મહત્વનો આધાર બનશે. શું છે સમગ્ર ઘટના? 19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. ત્યાર બાદ તથ્ય પટેલને સાબરમતી જેલ ભેગો કરવામાં આવ્યો હતો. પોણા ત્રણ વર્ષ પછી સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલને જામીન આપ્યા હતાં. ---------------------------- આ પણ વાંચો જેગુઆર જોતાં જ ક્રેઝી થઈ જતો તથ્ય', કારમાં સવાર તથ્ય અને ત્રણ યુવતી સહિત પાંચ વચ્ચે દોસ્તી કેવી રીતે થઈ? ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ભાસ્કરનું ઇન્વેસ્ટિગેશન:4 કલાક પહેલાં તથ્ય ક્યાં હતો, શું કર્યું?
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામ પર હવે અશ્લીલ અને હિંસક પોસ્ટ્સ ઓછી દેખાશે:AI દ્વારા એક્સપ્લોર અને ફીડ સેક્શન ફિલ્ટર થશે; સરકારે કહ્યું હતું- મેટા એલ્ગોરિધમની સમીક્ષા કરે
    Next Article
    કુખ્યાત ભાવેશ ઝીલિયા પર હુમલાના આરોપી પર ફાયરિંગ:પાટણમાં બાઇક પર આવેલા બે બુકાનીધારી 6 રાઉન્ડ ગોળીબાર કરી ફરાર; કોણે હુમલો કર્યો મને નથી ખબર: દલપતસિંહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment