Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 દિવસના કાપ બાદ ફરી નર્મદાનીર અટક્યા:સિંચાઈ વિભાગે કેનાલ મેઈન્ટેનન્સ શરૂ કર્યું, ગુરુવારથી રાબેતા મુજબ સપ્લાય મળશે

    9 hours ago

    રાજકોટ શહેરમાં સપ્તાહ અગાઉ નર્મદા પાઈપલાઈનના મેન્ટેનન્સના કારણે સળંગ છ દિવસ સુધી અલગ-અલગ વિસ્તારોમાં પાણીકાપનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં હવે સિંચાઈ વિભાગ દ્વારા નર્મદા કેનાલ રિપેરિંગ અને જાળવણીના કામ માટે શનિવારથી રાજકોટના મુખ્ય જળાશયો આજી-1 અને ન્યારી-1 માં 'સૌની યોજના' મારફતે અપાતું નર્મદાનું પાણી અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગે મહાનગરપાલિકાને લેખિત જાણ કરી છે કે બુધવાર સુધી આ કામગીરી ચાલશે અને ગુરુવારથી રાબેતા મુજબ બંને ડેમમાં નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવશે. બંને ડેમમાં બે મહિના ચાલે તેટલો જળસંગ્રહ સિંચાઈ વિભાગ દ્વારા અચાનક પાણી બંધ કરાતાં શહેરીજનોમાં ફરી પાણીકાપની દહેશત ઊભી થઈ હતી. જોકે, મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગે સ્પષ્ટતા કરીને નાગરિકોને મોટી રાહત આપી છે. હાલમાં આજી-1 ડેમમાં 23 ફૂટ (548 MCFT) અને ન્યારી-1 ડેમમાં 18 ફૂટ (585 MCFT) નો પર્યાપ્ત જળજથ્થો ઉપલબ્ધ છે. આ જળસંગ્રહ સમગ્ર શહેરની આગામી બે મહિના સુધીની જરૂરિયાત સંતોષવા સક્ષમ હોવાથી હાલના તબક્કે રાજકોટમાં કોઈપણ પ્રકારનો પાણીકાપ મુકવાની કોઈ જરૂરિયાત નથી. કામગીરી પૂર્ણ થયા બાદ આજીમાં 20 અને ન્યારીમાં 15 MCFT પાણી અપાશે રાજકોટ મહાનગરપાલિકાના વોટરવર્ક્સ વિભાગના કાર્યપાલક ઈજનેર કે. પી. દેથરીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં આજી ડેમમાં દૈનિક 10 MCFT અને ન્યારી ડેમમાં 8 MCFT પાણી સૌની યોજના અંતર્ગત ઠલવાઈ રહ્યું હતું. હાલ કેનાલના અતિ આવશ્યક મેન્ટેનન્સના કારણે 2-3 દિવસ માટે આ સપ્લાય અટક્યો છે. રિપેરિંગ પૂર્ણ થતાં જ ગુરુવારથી સપ્લાય વધારીને આજી-1 માં દૈનિક 20 MCFT અને ન્યારી-1 માં દૈનિક 15 MCFT પાણી ઠાલવવામાં આવશે, જેથી ડેમોનું લેવલ જળવાઈ રહે. શહેરમાં દૈનિક વિતરણ વ્યવસ્થા યથાવત રહેશે.
    Click here to Read More
    Previous Article
    પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલમાં ધોરણ 10ના વાલીઓની બેઠક યોજાઈ:વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, પરીક્ષા પદ્ધતિ અને કારકિર્દી અંગે માર્ગદર્શન અપાયું
    Next Article
    સેવા સંકલ્પ અભિયાન હેઠળ ખારાઘોડામાં આંગણ મિલન કાર્યક્રમ:ધારાસભ્યની હાજરીમાં બાળકો અને કાર્યકરોનું સન્માન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment