Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં હાહાકાર, એક ઝાટકામાં ₹5 લાખ કરોડ સ્વાહા:સેન્સેક્સ ડે-હાઈથી 1800 પોઈન્ટ ક્રેશ , નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો; ગ્લોબલ માર્કેટમાં ઘટાડાની અસર

    10 hours ago

    સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ સોમવાર શેરબજારના રોકાણકારો માટે 'Black Monday' સાબિત થઈ રહ્યો છે. જોરદાર તેજી સાથે ઓપનિંગ થયા બાદ અચાનક માર્કેટ ક્રેશ (Stock Market Crash) થઈ ગયું. સેન્સેક્સ-નિફ્ટી એવી રીતે ગગડ્યા કે હાહાકાર મચી ગયો. સેન્સેક્સ-નિફ્ટીમાં ભૂકંપથી હાહાકાર શેરબજારની શરૂઆત પર નજર કરીએ તો, 30 શેરવાળો BSEનો સેન્સેક્સ તેના અગાઉના 83,919ના બંધ સ્તરની સરખામણીએ તેજ છલાંગ લગાવીને 84,421 પર ઓપન થયો અને ત્યાર બાદ શરૂઆતની થોડી મિનિટોમાં 743 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે 84,662ના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ ત્યાર બાદ તેના ઘટાડાનો જે સિલસિલો શરૂ થયો, તે બજારમાં કારોબાર આગળ વધવા સાથે સતત વધતો ગયો. સેન્સેક્સ ડે-હાઈથી 1800 પોઈન્ટ ગગડીને 82,862 પર આવી ગયો હતો. રોકાણકારોના 5 લાખ કરોડથી વધુ રૂપિયા સ્વાહા બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા BSE Sensexમાં શરૂઆતના કારોબારમાં 700 પોઈન્ટનો ઉછાળો આવ્યા બાદ બપોરે 1 વાગ્યાની આસપાસ તે ડે-હાઈથી 1800 પોઈન્ટ ગગડી ગયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE Nifty) પણ 500 પોઈન્ટથી વધુ તૂટી ગયો. બજારમાં આવેલા આ ભૂકંપમાં એક ઝાટકામાં રોકાણકારોના રૂપિયા 5 લાખ કરોડથી વધુ સ્વાહા થઈ ગયા. શેરબજારના ક્રેશને કારણે શેરબજારના રોકાણકારોને થયેલા નુકસાન પર નજર કરીએ તો તે ભારે ભરખમ છે. તેનો અંદાજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન (BSE MCap) પરથી લગાવી શકાય છે. ખરેખરમાં, ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે બીએસઈ માર્કેટ કેપ લગભગ 515 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું, જે સોમવારે બપોરે 1 વાગ્યે ઘટીને 510 લાખ કરોડ રૂપિયા રહી ગયું. એટલે કે રોકાણકારોના લગભગ 5 લાખ કરોડ રૂપિયા બજારની સુનામીમાં ધોવાઈ ગયા. નિષ્ણાતો અનુસાર, દુનિયાભરના બજારોમાં થયેલા ઘટાડાની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. મેટલ, બેન્કિંગ અને એનર્જી શેરોમાં વધુ વેચવાલી છે. મહાનદી કોલફિલ્ડ્સના IPOનો છેલ્લો દિવસ મહાનદી કોલફિલ્ડ્સના IPOનો આજે છેલ્લો દિવસ છે. IPOની પ્રાઇસ બેન્ડ 129થી 136 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેમાં ઓછામાં ઓછા 14,960 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ ઇશ્યૂ દ્વારા કોલ ઇન્ડિયા 10% હિસ્સો વેચીને આશરે ₹9,500 કરોડ ભેગા કરવાની તૈયારીમાં છે. શેરોનું લિસ્ટિંગ 27 નવેમ્બરે થશે. એશિયાઈ શેર બજારમાં આજે ઘટાડો નોંધ: ‘લેબર થેંક્સગિવિંગ ડે’ના કારણે આજે જાપાનનું બજાર બંધ છે. અમેરિકન બજારમાં 19 નવેમ્બરે ઘટાડો રહ્યો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 15 હજાર કરોડ રૂપિયાના શેર ખરીદ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. શુક્રવારે ભારતીય બજારમાં તેજી રહી હતી
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયી દેવીનું આઠ વર્ષ બાદ આગમન:ભગવત વિદ્યાપીઠ ખાતે આયોજિત કાર્યક્રમનું ઉદ્ઘાટન CM ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું, નશામુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લેવાઈ
    Next Article
    આજે સોનું ₹1,230 મોંઘું થઈને ₹1.25 લાખ પર પહોંચ્યું:એક કિલો ચાંદીની કિંમતમાં ₹413નો વધારો, કેરેટ પ્રમાણે જુઓ સોનાની કિંમત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment