Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટીમાં શિક્ષણની નવી ક્રાંતિ:ઓસ્ટ્રેલિયન ડિકીન યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલે ભારતની ગ્લોબલ નોલેજ શક્તિ વર્ણવી

    1 week ago

    ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં શિક્ષણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. ઓસ્ટ્રેલિયન ડિકીન યુનિવર્સિટીના ગિફ્ટ કેમ્પસની પ્રથમ ગ્રેજ્યુએટ બેચનો દીક્ષાંત સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે તેમણે ભારતના એજ્યુકેશન સેક્ટરમાં આવેલા વૈશ્વિક પરિવર્તન અને ગુજરાતના વધતા પ્રભાવની વિગતો રજૂ કરી હતી. ગ્લોબલ નોલેજ હબ તરીકે ઉભરતું ગુજરાત મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું શિક્ષણ ક્ષેત્ર 'ગ્લોબલ નીડ બેઝ્ડ' બન્યું છે. ગુજરાત હવે માત્ર વેપાર અને પરંપરા (Trade and Tradition) પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ ગ્લોબલ ઇકોનોમિક અને નોલેજ સેન્ટર તરીકે વિશ્વના નકશા પર ઉભરી આવ્યું છે. ડિકીન યુનિવર્સિટીનું ભારતનું આ પ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મજબૂત ભાગીદારીનું પ્રતીક છે. સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું વિઝન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીકાળથી જ ગુજરાતે શિક્ષણમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરિણામે રાજ્યમાં ફોરેન્સિક સાયન્સિસ, એનર્જી, મેરીટાઈમ, રક્ષાશક્તિ અને નેશનલ લો યુનિવર્સિટી જેવી વિશિષ્ટ સંસ્થાઓ શરૂ થઈ છે. આજે ગાંધીનગર NIFT, NID, IIT-ગાંધીનગર, DA-IICT અને નાઈપર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે એક પ્રમુખ 'એજ્યુકેશનલ હબ' બની ગયું છે. શિક્ષણ અને ઉદ્યોગનું અનોખું સંગમ ગિફ્ટ સિટીમાં ફાઈનાન્સિયલ સર્વિસીસ, ટેકનોલોજી અને શિક્ષણનું સુંદર સંકલન જોવા મળે છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, દેશમાં છેલ્લા 10 વર્ષમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. તેમણે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે: વર્ષ 2014માં દેશમાં IITની સંખ્યા 16 હતી, જે વધીને આજે 23 થઈ છે.IIMની સંખ્યા 13 થી વધીને 21 થઈ છે.એઈમ્સ (AIIMS) ની સંખ્યા 7 થી વધીને 20 સુધી પહોંચી છે. નવી શિક્ષણ નીતિ અને આત્મનિર્ભર યુવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) દ્વારા ભારતીય શિક્ષણને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ સાથે જોડવામાં આવ્યું છે. 'મેક ઇન ઇન્ડિયા' અને 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' સાથે શિક્ષણનું સંકલન કરીને યુવાનોને ઇન્ટર્નશિપ અને સ્કિલ આધારિત કોર્સ દ્વારા આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે. સ્વયમ અને દીક્ષા જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ તથા 'સ્ટડી ઇન ઇન્ડિયા' જેવા પ્રોજેક્ટ્સે ભારતને વિશ્વ સ્તરે શિક્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. અંતમાં, ભૂપેન્દ્ર પટેલે પદવી મેળવનારા યુવાનોને દેશના વિકાસમાં 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના તાલાલા રોડ પર સ્ક્રેપના ડેલામાં આગ:ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી મોટી દુર્ઘટના ટાળી, ઘટનાસ્થળથી માત્ર 100 મીટરના અંતરે પેટ્રોલ પંપ
    Next Article
    વડોદરા મનપાના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી કોંગ્રેસમાં જોડાયા:ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા, મધુ શ્રીવાસ્તવની દીકરી દીપા પણ કોંગ્રેસમાં જોડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment