Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત BJP વોર્ડ-27ની કથિત 19 લાખના તોડકાંડ ચેટ મામલો:AAP એ મેદાનમાં ઉતરી ભાજપને ઘેર્યું, ACB અધિકારી આગેવાની લઈ પોતે ફરિયાદી બની નિષ્પક્ષ તપાસ કરે: આપ નેતા ધર્મેશ ભંડેરી

    7 घंटे पहले

    સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 27ના ભાજપ સંગઠનના વોટ્સએપ ગ્રુપમાં થયેલી કથિત તોડકાંડની ચેટનો વિવાદ હવે રાજકીય અને કાયદાકીય સ્તરે વધુ ઘેરો બન્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આ સમગ્ર મામલે એન્ટી કરપ્શન બ્યુરોમાં લેખિત રજૂઆત કરીને તપાસની માંગ કરવામાં આવી છે. બીજી તરફ, આ પ્રકરણમાં ભાજપ દ્વારા અંદાજે 40 જેટલા પત્રકારો વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાના આક્ષેપ સાથે આપ નેતાઓએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. એસીબી અધિકારી પોતે ફરિયાદી બની તપાસ કરે તેવી આપની માંગ છેલ્લા ચાર-પાંચ દિવસથી સુરતના સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બનેલી વોર્ડ નંબર 27ની કથિત ચેટ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી, શહેર પ્રમુખ પંકજ આંબલીયા, પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી સહિતના હોદ્દેદારો અને કોર્પોરેટરોનું એક પ્રતિનિધિમંડળ સુરત એસીબી કચેરીએ પહોંચ્યું હતું. આપના આ પ્રતિનિધિમંડળે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી હતી કે, આ પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસીબીના અધિકારીએ આગેવાની લેવી જોઈએ અને પોતે જ ફરિયાદી બનીને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ શરૂ કરવી જોઈએ. સરકારી ઢબના જવાબ છતાં લડત ચાલુ રાખવાની ચીમકી એસીબી કચેરી ખાતે રજૂઆત કર્યા બાદ આપ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ રજૂઆત અંગે માત્ર સરકારી ઢબનો જવાબ આપવામાં આવ્યો છે. જોકે, આમ આદમી પાર્ટી આ મુદ્દે અહીંથી અટકશે નહીં તેવું તેમણે સ્પષ્ટ કર્યું હતું. ભંડેરીના જણાવ્યા અનુસાર, સુરત શહેર અને જાહેર જીવનની ગરિમાને નુકસાન પહોંચાડનારા દોષિતો સામે જ્યાં સુધી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં ન આવે, ત્યાં સુધી પાર્ટી દ્વારા તમામ સ્તરે પ્રયાસો અને સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે. પત્રકારો સામેની કથિત ફરિયાદ મુદ્દે ભાજપ પર આક્ષેપ આ પ્રકરણમાં મીડિયાની ભૂમિકા અને ત્યારબાદ થયેલી કાર્યવાહી અંગે ધર્મેશ ભંડેરીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, મીડિયા દ્વારા આ કથિત ચેટ પ્રકરણ ઉજાગર કરવામાં આવ્યા બાદ ભાજપ દ્વારા 40 જેટલા મીડિયાકર્મીઓ અને રિપોર્ટરો વિરુદ્ધ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આપ નેતાએ આક્ષેપ કર્યો હતો કે, અગાઉ અધિકારીઓ, વેપારીઓ અને વિપક્ષ બાદ હવે મીડિયાને પણ ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શાસક પક્ષ લોકશાહીનો અવાજ દબાવીને ધમકીશાહીથી શાસન ચલાવવા માંગતો હોવાનો આક્ષેપ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આમ આદમી પાર્ટી આ વલણ સામે મક્કમતાથી લડત આપતી રહેશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં એક જ રાતમાં 6 શખસ પાસેથી ડ્રગ્સ મળ્યું:દારૂ પીને વાહન ચલાવતા 40 નશેડી ઝડપાયા, નવલખી મેદાન સહિત 8 ડાર્ક સ્પોટ પર ચેકિંગ
    Next Article
    અમદાવાદમાં આધ્યાત્મિક ગુરુ માતા અમૃતાનંદમયી દેવીનું આઠ વર્ષ બાદ આગમન:ભગવત વિદ્યાપીઠ ખાતે આયોજિત કાર્યક્રમનું ઉદ્ઘાટન CM ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું, નશામુક્ત ભારત માટે પ્રતિજ્ઞા લેવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment