Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપામાં નાસ્તાના બિલમાં ગોટાળા?:₹5 લાખના ટેન્ડર સામે 12 લાખ ચૂકવાયાનો કોંગ્રેસના કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ, કમલેશ સુતરિયાએ કહ્યું- પ્રજાના નાણાનો ગેરવહીવટ

    12 hours ago

    મહેસાણા મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પદાધિકારીઓના ચા-નાસ્તા અને પાણીના ખર્ચને લઈ એક નવો વિવાદ સામે આવ્યો છે. મનપા વિપક્ષના નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પ્રજાના ટેક્સના પૈસાનો દુરૂપયોગ કરીને ખાણી-પીણી પાછળ અંધાધૂંધ ખર્ચ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર કમલેશ સુતરિયાએ મનપા વહીવટીતંત્ર પર ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના ગંભીર આરોપો લગાવ્યા છે. મર્યાદા કરતા 7 લાખ રૂપિયા વધુ ચૂકવાયા મળતી માહિતી મુજબ મહેસાણા મનપા દ્વારા ચા, નાસ્તા, ભોજન અને પાણીની બોટલોની વ્યવસ્થા માટે 'ગીતાંજલિ ડેકોરેટર્સ' નામની એજન્સીને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ 14.80 ટકા ભાવ વધારા સાથે મંજૂર કરવામાં આવ્યો હતો, જેની વાર્ષિક ખર્ચની મર્યાદા રૂપિયા 5 લાખ નક્કી કરવામાં આવી હતી. જો કે, કોંગ્રેસના આક્ષેપ અનુસાર નક્કી કરેલી મર્યાદા કરતા વધુ રૂપિયા 7 લાખ ચૂકવીને રૂપિયા 12 લાખનું ચૂકવણું કરી દેવામાં આવ્યું છે. વિવાદ છતાં એજન્સીને ફરી મંજૂરી આ સમગ્ર મામલે વિરોધ હોવા છતાં તાજેતરમાં જ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવાદિત ગીતાંજલિ એજન્સીને વધુ એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ લંબાવી આપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જેને પગલે મનપાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 'પ્રજાના નાણાનો 100 ટકા ગેરવહીવટ છે' કોંગ્રેસના કોર્પોરેટર કમલેશ સુતરિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "મહેસાણાની જનતા રોડ, રસ્તા, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ અને શહેરના વિકાસ માટે પોતાના મહેનતની કમાણીનો ટેક્સ ભરે છે. તેના બદલે પદાધિકારીઓ અને અધિકારીઓ પોતાના જલસા માટે વાર્ષિક 12-12 લાખ રૂપિયા ખાણી-પીણી પાછળ ઉડાવી રહ્યા છે. જો મનપાના સરકારી કાર્યક્રમો, તેમાં હાજર રહેલી સંખ્યા અને ચા-નાસ્તાના બિલોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે, તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. આ 100 ટકા પ્રજાના નાણાંનો ગેરવહીવટ છે." જો કે, આ બાબતે મનપાનો પક્ષ જાણવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રભારી મંત્રીની બેઠક હોવાથી મેયર, મ્યુનિસિપલ કમિશનર, ડે.કમિશનર અને સ્ટેન્ડીંગ ચેરમેન બેઠકમાં ગયા હોવાથી સંપર્ક થઈ શક્યો નહોતો.
    Click here to Read More
    Previous Article
    સેટેલાઇટ રેલવે સ્ટેશન તરીકે પ્રસ્થાપિત:અમૃત ભારત યોજના હેઠળ રી-ડેવલપમેન્ટ થયેલા પ્રતાપનગર રેલવે સ્ટેશનનું PMએ વર્ચ્યુલી લોકાર્પણ કર્યું, CM પણ ઉપસ્થિત
    Next Article
    કચ્છના વિકાસકાર્યો અંગે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાની સમીક્ષા બેઠક:કર્મચારીઓની અછત દૂર કરવા સ્થાનિક ભરતી કરવા સાંસદની દરખાસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment