Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM અને CMના ફોટા સાથે વાંધાજનક પોસ્ટર લગાવતા વિવાદ:કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરના પુત્ર સોહેલ અને મેહુલ દેસાઈ સહિતના કાર્યકરો સામે ફરિયાદ

    2 days ago

    સુરતમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટોગ્રાફ્સ સાથે વાંધાજનક લખાણ ધરાવતા પોસ્ટરો લગાવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ મામલે ભાજપ કાર્યકરની ફરિયાદ બાદ મહીધરપુરા પોલીસે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાના પુત્ર સહિતના કાર્યકરો સામે ગુનો દાખલ કર્યો. ભાજપને નુકસાન પહોંચાડવા વાંધાજનક પોસ્ટરો તૈયાર કર્યા સલાબતપુરા વિસ્તારમાં રહેતા 59 વર્ષીય ભાજપ કાર્યકર મુકેશભાઈ હરીલાલ મહાત્માએ નોંધાવેલી ફરિયાદમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા મેહુલ અભેચંદ દેસાઈ, સોહેલ અસલમ સાયકલવાલા તથા અન્ય 3 કાર્યકરોને આરોપી દર્શાવ્યા છે. ગત 6 ઓગસ્ટના રોજ બપોરે આ આરોપીઓ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ભેગા થયા હતા. આરોપ છે કે આરોપીઓએ ભાજપ પક્ષને રાજકીય નુકસાન પહોંચાડવાના ઈરાદાથી પ્રિન્ટિંગ પ્રેસના નામ-સરનામા વગરના બનાવટી અને વાંધાજનક પોસ્ટરો તૈયાર કર્યા હતા. એસ્ટી બસો અને ખાનગી વાહનો પર પોસ્ટર લગાવ્યા એસ.ટી. બસો પર ભાજપ સરકારની યોજનાઓના પ્રચાર માટે લગાવેલા સરકારી પોસ્ટરો તેમજ કેટલાક ખાનગી વાહનો પર આ વાંધાજનક લખાણવાળા પોસ્ટરો ચોંટાડી દેવામાં આવ્યા હતા. વડાપ્રધાન અને મુખ્યમંત્રીની સામાજિક તથા રાજકીય પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના આશયથી આ કૃત્ય કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. હાલ મહીધરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં જનપ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ:જનપ્રતિનિધિઓની જવાબદારીઓ અંગે માર્ગદર્શન અપાયું, પ્રભારીમંત્રીએ પ્રજાકલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અપીલ કરી
    Next Article
    ગેસ બિલની ચુકવણીના નામે સાયબર ફ્રોડ:દમણ પોલીસ અધિક્ષકે નાગરિકોને સાવધાન રહેવા અને APK ફાઇલ ઇન્સ્ટોલ ન કરવા ચેતવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment