Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તુજે જહન્નમમેં પહોચા દેગે' કહી છરી-ધારીયાથી હુમલો:ફતેવાડીમાં પૈસા આપવાની બાબતમાં બે સગા ભાઈ પર પાંચ શખ્સો તૂટી પડ્યા, હત્યાના પ્રયાસની ફરિયાદ

    2 दिन पहले

    અમદાવાદના જુહાપુરાના ફતેવાડીમાં વાહનના નુકસાનના રૂપિયા આપવા બાબત થયેલી માથાકૂટ બે યુવકો પર જીવલેણ હુમલા સુધી પહોંચી હતી. પાંચ શખ્સોએ ભેગા થઈને બે સગા ભાઈઓ પર છરી, લાકડાના દંડા અને ધાર્યા વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં બંને ભાઈઓ ઈજાગ્રસ્ત હતા જેમણે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. વેજલપુર પોલીસે પાંચ શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. મસ્જિદ પાસે બેસવા બાબતે ઝઘડો થયો હતો જુહાપુરાના ફતેહવાડીમાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા 22 વર્ષીય સેહજાદે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે 1 મહિના પહેલા તેના નાના ભાઈ સાહિલને ફતેવાડી મસ્તાન મસ્જિદ પાસે બેસવા બાબતે અસ્કાન અલ્લારખા કુરેશી, અલ્ફેજ, ઇદુ પઠાણ અને મોઇન પઠાણ સાથે ઝઘડો થયો હતો. આ અદાવતમાં અસ્કાને ફરિયાદીના મિત્ર શાહીદના ટુ-વ્હીલરને નુકસાન પહોંચાડ્યું હતું. આ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું અને અસ્કાને 5 દિવસમાં ગાડીના નુકસાનના પૈસા આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ 20 દિવસ પછી પણ રૂપિયા ના આપતા સાહિલે પૈસા માંગ્યા, જેના પર અસ્કાને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાહિલે અસ્કાનની માતા અફસનાબાનુને ફોન કરી આ બાબતે ફરિયાદ કરી હતી. 'આજ તો તેરે કો જહન્નમ મેં ભેજ દેંગે' સેહજાદ, સાહિલ, તેના મામાનો દીકરો અયાન અને અન્ય મિત્રો ફતેવાડી કેનાલ પાસે તવક્કલ પાન પાર્લર સામે ચાની કીટલી પાસે ઉભા હતા. ત્યારે અચાનક ઇદુ પઠાણ લાકડાનો દંડો, અસ્કાન અને ઇદુ પઠાણના મામા ધારિયું, તેમજ અલ્ફેજ અને એમકે બાબા છરી લઈને ત્યાં આવ્યા હતા. આવતાની સાથે જ અસ્કાને સાહિલનો કોલર પકડીને કહ્યું કે, તેરી ઇતની હિંમત કે મેરી અમ્મી કો ફોન કિયા, આજ તો તેરેકો જહન્નમ મેં ભેજ દેંગે. સાહિલ પર છરી સહિતના હથિયાર સાથે તૂટી પડ્યા અલ્ફેજે પણ કહ્યું કે, તેરેકો હમારી મેટર મેં ઔરત કો બીચ મેં નહીં લાને કા થા, કાટ ડાલો ઇસકો. આટલું કહી અલ્ફેજે સાહિલના ગળા પર છરીનો ઘા કર્યો જે સાહિલે ડાબા હાથથી રોકતા તેને કોણીની નીચે છરી વાગી હતી. ઇદુએ સાહિલના માથામાં લાકડાનો દંડો માર્યો જે બચાવતા ડાબા હાથની કોણી પર વાગ્યો અને તેમાં ફ્રેક્ચર થયું. એમકે બાબાએ સાહિલની પીઠના ભાગે છરી મારી અને અસ્કાનનું ધારિયું સાહિલના જમણા પગે વાગ્યું. ભાઈને બચાવા ગયેલા ભાઈને પણ માર માર્યો સેહજાદ પોતાના ભાઈને બચાવવા વચ્ચે પડતા ઇદુના મામાએ તેની પીઠ પર ધારિયું માર્યું, અસ્કાને હુમલો કરતા જમણા પગની છેલ્લી આંગળી પર ધારિયું વાગ્યું અને અલ્ફેજે કમરના નીચેના ભાગે છરી મારી ઇજા પહોંચાડી હતી. આજુબાજુના લોકો ભેગા થતા હુમલાખોરો નાસી ગયા હતા અને સાહિલને 108 એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. આ સમગ્ર મામલે વેજલપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- ન્યૂઝની જેમ જિંદગીમાં પણ ડેડલાઇન જરૂરી:દિવાળી મિલન સમારોહમાં PMએ કહ્યું- CM બન્યો ત્યારે મારા કરતાં પહેલાં મીડિયાને ખબર પડી ગઈ હતી, તમામને દિવાળી- છઠની શુભકામનાઓ
    Next Article
    રીક્ષા મૂકવા બાબતે થયેલા ઝઘડામાં યુવાન પર છરીથી હુમલો:બોટાદમાં સોહીલ ઉર્ફે ભાખરો અને સાહિલ સામે ફરિયાદ; પિતા પણ ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment