Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીક્ષા મૂકવા બાબતે થયેલા ઝઘડામાં યુવાન પર છરીથી હુમલો:બોટાદમાં સોહીલ ઉર્ફે ભાખરો અને સાહિલ સામે ફરિયાદ; પિતા પણ ઘાયલ

    2 दिन पहले

    બોટાદના ખોજાવાડી વિસ્તારમાં રીક્ષા મૂકવા બાબતે થયેલા ઝઘડામાં હારુનભાઈ પર છરી અને લાકડાના પાટિયાથી હુમલો કરાયો. તેમને પાંચ ઘા વાગ્યા છે. વચ્ચે પડેલા તેમના પિતાને પણ છરી અને પાટિયાથી ઇજા થઈ છે. ફરિયાદ મુજબ, હારુનભાઈ રીક્ષાનો વ્યવસાય કરે છે. પાછળની શેરીમાં રહેતા સોહીલ ઉર્ફે ભાખરો યુનુસભાઈ સીદાતરના મોટા દીકરા સાથે રીક્ષા મૂકવા બાબતે તેમનો ઝઘડો થયો હતો. ત્યારબાદ સોહીલ ઉર્ફે ભાખરો અને તેનો ભાઈ સાહિલ ઉર્ફે નનો એક્ટિવા પર હારુનભાઈના ઘરે આવ્યા હતા. તેમણે રેલવે સ્ટેશન પર તેમના દીકરા સાથે ઝઘડો કેમ કર્યો, તેમ કહી હારુનભાઈ પર હુમલો કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ, સાહિલે ઘરમાં પાણી ભરવાના ટીપડા પર ઢાંકેલું લાકડાનું પાટિયું લઈને હારુનભાઈના માથા અને પીઠ પર માર્યું હતું. સોહીલે છરીથી પાંચ ઘા મારતાં હારુનભાઈ નીચે પડી ગયા હતા. તેમના પિતા વચ્ચે પડતાં સોહીલે તેમના ડાબા ઘૂંટણ પર છરીનો એક ઘા માર્યો હતો. પાટિયાથી માથા પર પણ બે-ત્રણ ઘા માર્યા હતા. બંનેને પહેલા બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. વધુ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરોએ ઘાની સારવાર માટે ઓપરેશન શરૂ કર્યું હતું. ફરિયાદ મુજબ, હારુનભાઈ અર્ધબેભાન હતા અને તેમની સારવાર ચાલુ હતી. આ બનાવ અંગે બોટાદ પોલીસ સ્ટેશનમાં સોહીલ ઉર્ફે ભાખરો અને સાહિલ ઉર્ફે નનો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    'તુજે જહન્નમમેં પહોચા દેગે' કહી છરી-ધારીયાથી હુમલો:ફતેવાડીમાં પૈસા આપવાની બાબતમાં બે સગા ભાઈ પર પાંચ શખ્સો તૂટી પડ્યા, હત્યાના પ્રયાસની ફરિયાદ
    Next Article
    ધોલેરા હાઈવે પર કાર પલટી, 2નાં મોત, 4 ઘાયલ:ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં ઉતરી ગઈ; કારમાં સવાર તમામ અમદાવાદના રહેવાસી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment