Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જર્જરિત બિલ્ડિંગો દર્દીઓ માટે જોખમી:નવી એલજી, શારદાબહેન હોસ્પિટલનું કામ 2 વર્ષમાં પૂરું કરવાનું હતું, 4 વર્ષે પણ અધૂરું

    1 day ago

    મ્યુનિ.એ એલજી હોસ્પિટલ અને શારદાબેન હોસ્પિટલ નવી બનાવવા માટે સપ્ટેમ્બર 2022માં ટેન્ડર કર્યાં હતાં, પણ ચાર વર્ષથી બંને હોસ્પિટલ અંડર કન્સ્ટ્રક્શન જ છે. તબીબો અને દર્દીઓને નવા બિલ્ડિંગમાં બેસવા બે ‌વર્ષથી માત્ર છ-છ મહિનાની મુદત મળી રહી છે. બીજી તરફ જર્જરિત બિલ્ડિંગ દર્દીઓ માટે જોખમી બની રહી છે. એલજી હોસ્પિટલ વર્ષ 2022માં એલજી હોસ્પિટલ માટે બહાર પાડેલા ટેન્ડરમાં તેની અંદાજિત રકમ કરતાં 23.4 ટકા વધારે દરે શાંતિ પ્રોકોન એલએલપી કોન્ટ્રાક્ટરને નવું 9 માળનું બિલ્ડિંગ બનાવવાની કામગીરી સોંપાઈ હતી. 24 મહિનામાં આ કામગીરી પૂરી કરવાની હતી. જોકે કોઈ ને કોઈ કારણસર આ બિલ્ડિંગનું કામ લંબાતું જ ગયું છે. આ બિલ્ડિંગ બનાવવા પાછળ રૂ. 164 કરોડનો ખર્ચ મંજૂર થયો હતો. જોકે બાદમાં તે વધીને 185 કરોડ સુધી પહોંચવાની શક્યતા છે. શારદાબહેન હોસ્પિટલ સપ્ટેમ્બર 2022માં જ શારદાબેન હોસ્પિટલને 178 કરોડના ખર્ચે તૈયાર કરવા આર.એન. ડોબરિયાને અંદાજિત ભાવથી 21.67 ટકાના વધારા સાથે કામ સોંપાયું હતું, પણ હજુ તે પૂરું થયું નથી. બંને હોસ્પિટલનો ખર્ચ 364 કરોડ બંને હોસ્પિટલ પાછળ 364 કરોડ કરતાં વધારે રકમ ખર્ચ થશે. જોકે વિલંબ બદલ હજુ એક પણ એજન્સીને દંડ કરાયો નથી અને મુદત વધારી અપાય છે. સગર્ભા પર પોપડું પડતાં માથે 3 ટાંકા આવ્યા શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયેલી સગર્ભા બેડ પર હતી અને પ્રસવપીડાનો સામનો કરી રહી હતી ત્યારે તેની બાજુમાં જ એક રેસિડન્ટ ડોક્ટર અને મહિલાનાં સાસુ બેઠાં હતાં. આ સમયે જર્જરિત હોસ્પિટલના છત પરથી સિમેન્ટનું પોપડું પડ્યું હતું, જે સીધંુ સગર્ભાના માથામાં પડતાં તેને માથામાં 3 ટાંકા આવ્યા હતા. જ્યારે તેનાં સાસુના હાથ પર તેમ જ રેસિડન્ટ તબીબના હાથ પર પણ આ પોપડું પડતાં તેમને પણ ઇજા થઇ હતી. ડોક્ટર અને મહિલાના સાસુને પણ સારવાર લેવી પડી હતી. 6 મહિનાની છેલ્લી મુદત મ્યુનિ.ના એક અધિકારીએ જણાવ્યું કે, બંને એજન્સીને હવે 6 મહિનાની છેલ્લી વખત મુદત વધારી અપાઈ છે. 5 વર્ષમાં 72 લાખ લોકોને ઓપીડી સારવાર નોંધ : વર્ષ 2026ના આંકડા જાન્યુઆરી સુધીના છે.
    Click here to Read More
    Previous Article
    ‘સેટિંગ’ના નામે રૂપિયા પડાવ્યા:પોલીસમાં નોકરીની લાલચ આપી યુવક સાથે રૂ. 2.20 લાખની ઠગાઈ
    Next Article
    બુલેટ ટ્રેન યોજનાનું 80% કામ પૂર્ણ:કાલુપુર રેલવે સ્ટેશને સારંગપુર તરફ નવો એન્ટ્રી ગેટ બનાવાશે : રેલવે મંત્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment