Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે 4થી નેશનલ ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ:ત્રિદિવસીય સ્પર્ધામાં 11 રાજ્યોના 130 ખેલાડીઓ વચ્ચે બૌદ્ધિક જંગ જામશે

    13 hours ago

    બનાસકાંઠાના પાલનપુર ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે 4થી નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ શરૂ થઈ છે. રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ્ર માળીના અધ્યક્ષસ્થાને આ સ્પર્ધાનો પ્રારંભ થયો. દેશના 11 રાજ્યોમાંથી લગભગ 130 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ પોતાની ટીમો સાથે ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા આગામી ત્રણ દિવસ સુધી ચાલશે, જેના અંતે રાષ્ટ્રીય વિજેતાઓની જાહેરાત કરાશે. આ ચેમ્પિયનશિપ દિવ્યાંગ ખેલાડીઓની રમતગમત ક્ષેત્રે રહેલી ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા તેમજ તેમને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દર્શાવવા માટેનું મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે. પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું કે, આયોજન બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે. ચેસ જેવી બૌદ્ધિક રમત ખેલાડીઓની એકાગ્રતા અને નિર્ણયશક્તિને મજબૂત બનાવે છે. આ સ્પર્ધા ખેલાડીઓને પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડશે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ:ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓને ઉદ્ગીથ પ્રાણાયામ કરાવી લોકકલ્યાણ પર ભાર મૂક્યો;કલેક્ટરે અરજદારોની સમસ્યાના નિકાલની સૂચના આપી
    Next Article
    રાધનપુર સમી હાઇવે પર સ્વિફ્ટ-ટ્રક વચ્ચે અકસ્માત, માતા-પુત્રના મોત:2 બાળક સહિત 4 ઈજાગ્રસ્ત, દ્વારકા દર્શન કરી દીકરીને મળવા ભાભર જતાં રાજસ્થાનના સોની પરિવારને કાળ નડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment