Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ:ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓને ઉદ્ગીથ પ્રાણાયામ કરાવી લોકકલ્યાણ પર ભાર મૂક્યો;કલેક્ટરે અરજદારોની સમસ્યાના નિકાલની સૂચના આપી

    13 hours ago

    સુરેન્દ્રનગર કલેક્ટર જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તમામ અધિકારીઓને 'ઉદ્ગીથ પ્રાણાયામ' કરાવ્યા હતા. તણાવમુક્ત વાતાવરણ બનાવી અધિકારીઓની કાર્યક્ષમતા વધારવા અને લોકકલ્યાણના કામો ઝડપી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ નવીન પ્રયોગથી બેઠકમાં ઉપસ્થિત સૌ અધિકારીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અરજદારોની મુશ્કેલીઓ અને કાર્યક્રમો અંગે માર્ગદર્શન કલેક્ટરે અરજદારોની રજૂઆતો અને મુશ્કેલીઓનો તાત્કાલિક નિકાલ લાવવા તથા તમામ સરકારી કામોમાં ગુણવત્તા જાળવવા કડક સૂચનાઓ આપી હતી. બેઠક દરમિયાન તેમણે આગામી 30 ઓક્ટોબરે યોજાનાર 'કિસાન દિવસ' અને 31 ઓક્ટોબરે ઉજવાનાર 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની તૈયારીઓ અંગે સઘન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્રને સજ્જ થવા જણાવાયું હતું. જિલ્લામાં કિસાન દિવસની મોટાપાયે ઉજવણી 'કિસાન દિવસ' નિમિત્તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તાનું વિતરણ કરવામાં આવશે. આ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાભરમાં કુલ 65 વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે, જેમાં 67,000થી વધુ ખેડૂતો સહભાગી બનશે. આ ઉજવણીનો મુખ્ય કાર્યક્રમ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે યોજવામાં આવશે. જેને લઈ જરૂરી તમામ વહીવટી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રીય એકતા દિવસનું સંકલન અને હાજરી 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી માટે ગ્રામ્ય અને નગરપાલિકા કક્ષાએ વ્યાપક આયોજન હાથ ધરાશે. દરેક ગામમાં એકતા રેલી યોજીને મહત્તમ લોકભાગીદારી સુનિશ્ચિત કરવા અને વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓનું બહુમાન કરવા અપીલ કરાઈ છે. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ભુસડીયા, DDO કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર જે.કે. જાદવ, SP પ્રેમસુખ ડેલુ અને RAC વી.ડી. સાકરિયા સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓના બાળકો માટે ઘોડિયાઘર શરૂ.:જૂનાગઢ કલેક્ટર કચેરી, પંચાયત અને એસ.પી. ઓફિસના કર્મચારીઓના બાળકો માટે રંગબેરંગી સુવિધાઓ સાથેના ઘોડિયાઘરનો પ્રારંભ
    Next Article
    પાલનપુરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે 4થી નેશનલ ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ:ત્રિદિવસીય સ્પર્ધામાં 11 રાજ્યોના 130 ખેલાડીઓ વચ્ચે બૌદ્ધિક જંગ જામશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment