Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓના બાળકો માટે ઘોડિયાઘર શરૂ.:જૂનાગઢ કલેક્ટર કચેરી, પંચાયત અને એસ.પી. ઓફિસના કર્મચારીઓના બાળકો માટે રંગબેરંગી સુવિધાઓ સાથેના ઘોડિયાઘરનો પ્રારંભ

    1 day ago

    ​જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક કચેરી અને કલેક્ટર કચેરીના અધિકારીઓ તથા કર્મચારીઓનાં નાના ભૂલકાંઓ માટે ઘોડિયાઘરનો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ એક નાના બાળકના હસ્તે જ રંગબેરંગી અને બાળકોને મનગમતું વાતાવરણ મળી રહે તેવા સુસજ્જ ઘોડિયાઘરને ખુલ્લું મુકાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા અને નિવાસી અધિક કલેક્ટર બી.એસ. બારડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અધિકારીઓએ નાના ભૂલકાંઓને ઘોડિયાઘરમાં આવકારીને હળવાશથી વાતચીત કરી હતી. ​આ ઘોડિયાઘર શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જણાવતા કલેક્ટર યોગેશ ચૌધરી એ જણાવ્યું હતું કે કચેરીઓમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ કામ કરે છે, ખાસ કરીને યુવા દંપતીઓ માટે નોકરી દરમિયાન બાળકોની સારસંભાળનો પ્રશ્ન રહેતો હોય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાઓ તથા કાયદાકીય જોગવાઈઓને ધ્યાને રાખીને આ ઘોડિયાઘર શરૂ કરાયું છે, જેથી કર્મચારીઓ નિશ્ચિંતપણે પોતાની સેવાઓ બજાવી શકે. બાળકોની સારસંભાળ માટે અહીં કેરટેકર બહેનો પણ સેવારત રહેશે. ​આ ઘોડિયાઘરને બાળકોને પ્રિય એવા રંગબેરંગી કાર્ટૂન ચિત્રો, વન્ય પ્રાણીઓ, ફ્રૂટ, ઘડિયાળ અને એબીસીડીના આકર્ષક ચિત્રોથી સજાવવામાં આવ્યું છે. બાળકોને ગમતું વાતાવરણ મળી રહે તે માટે તેમાં અવનવી ગેમ્સ અને રમકડાં પણ રાખવામાં આવ્યાં છે, જેથી બાળકો સુરક્ષિત અને સ્વચ્છ વાતાવરણમાં રમી તથા ભણી શકે. ​નાયબ મામલતદાર તરુણાબેન ભૂતિયાએ જણાવ્યું હતું કે જિલ્લા સેવા સદન, જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષક કચેરી સહિતની જગ્યાઓ પર મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ ફરજ બજાવે છે. મહિલાઓની અગાઉ એવી માંગણી હતી કે કચેરી પરિસરમાં ઘોડિયાઘર શરૂ થાય જેથી તેઓ બાળકોની સારસંભાળ રાખીને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શકે. કલેક્ટરે આ માંગણી સ્વીકારીને સુંદર વ્યવસ્થા કરી આપી છે, જેનાથી મહિલા કર્મચારીઓ કોઈપણ અડચણ વગર નોકરીની ફરજ બજાવી શકશે.
    Click here to Read More
    Previous Article
    દેશ વિદેશના રૂબિક્સ ક્યુબથી ઘરમાં મ્યુઝિયમ બનાવ્યું:ફ્લાઇટ મોડી પડતાં શરૂ થયેલા શોખથી દુનિયાભરમાં ઓળખ મેળવી, યુટ્યુબથી શીખી 150 ડિઝાઇન બનાવી, 18 દેશમાં ઘૂમ વેચાણ
    Next Article
    સુરેન્દ્રનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ:ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ અધિકારીઓને ઉદ્ગીથ પ્રાણાયામ કરાવી લોકકલ્યાણ પર ભાર મૂક્યો;કલેક્ટરે અરજદારોની સમસ્યાના નિકાલની સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment