Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશ વિદેશના રૂબિક્સ ક્યુબથી ઘરમાં મ્યુઝિયમ બનાવ્યું:ફ્લાઇટ મોડી પડતાં શરૂ થયેલા શોખથી દુનિયાભરમાં ઓળખ મેળવી, યુટ્યુબથી શીખી 150 ડિઝાઇન બનાવી, 18 દેશમાં ઘૂમ વેચાણ

    1 day ago

    રૂબિક્સ ક્યુબને 50 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે. સામાન્ય રીતે રૂબિક્સ ક્યુબ એટલે રંગબેરંગી ચોરસ ટુકડાઓને ગોઠવીને ઉકેલવાનું પઝલ, પરંતુ અમદાવાદના મનીષ રાઠોડે આ રમતને એક અલગ જ સ્તરે પહોંચાડી દીધી છે. વ્યવસાયે ટીવી નેટવર્કમાં સેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા મનીષ રાઠોડે રૂબિક્સ ક્યુબની 150 જેટલી અલગ-અલગ ડિઝાઇન જાતે જ તૈયાર કરી છે. જે તમામ ડિઝાઇનને ટ્વિસ્ટી પઝલ્સ મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં બે ડિઝાઇન એવી તૈયાર કરવામાં આવી છે જે અત્યારે માસ પ્રોડ્યુસ થઈ રહી છે, તેમજ આ બે ડિઝાઇન અત્યારે 18 જેટલા દેશમાં વહેંચાઈ રહી છે. મ્યુઝિયમમાં પણ જોવા ન મળે તેવા રૂબિક્સ ક્યુબનો સંગ્રહ વર્ષ 2017માં એરપોર્ટ પર સમય પસાર કરવા માટે ખરીદેલા એક રૂબિક્સ ક્યુબથી શરૂ થયેલો તેમનો શોખ આજે 500થી વધુ ટ્વિસ્ટી પઝલ્સના કલેક્શન સુધી પહોંચ્યો છે. મનીષ રાઠોડનું ઘર જ દેશ વિદેશના રૂબિક્સ ક્યુબનું એક મ્યુઝિયમ બની ગયું છે. મ્યુઝિયમમાં પણ જોવા ન મળે તેવા રૂબિક્સ ક્યુબનો સંગ્રહ મનીષ રાઠોડે તેમના ઘરમાં કર્યો છે. ચાઇનાએ બનાવેલું સૌથી નાનું રૂબિક્સ ક્યુબ જેને સોલ્વ પર કરી ન શકાય તે પણ મનીષ પાસે કલેક્શનમાં છે. મનીષ રાઠોડનું એન્જિનિયરિંગનું ભણતર ન હોવા છતાં તેમણે ગણિત, ભૌમિતિક આકારો અને કમ્પ્યુટર આધારિત ડિઝાઇન સહિત અનેક સોફ્ટવેર શીખીને 150થી વધુ પઝલ્સ જાતે ડિઝાઇન કરી છે. 3D પ્રિન્ટરની મદદથી પઝલ્સ બનાવવાનું શરૂ કર્યું વર્ષ 2020માં તેમણે પોતાની જ ડિઝાઇન તૈયાર કરવાનું નક્કી કર્યું હતું. જે માટે યુટ્યુબની મદદથી કમ્પ્યુટર-એઇડેડ ડિઝાઇન (CAD), ફિઝિક્સ અને એન્જિનિયરિંગના સિદ્ધાંતો શીખ્યા અને 3D પ્રિન્ટરની મદદથી પઝલ્સ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતની ડિઝાઇનમાં ખામીઓ હોવા છતાં તેમણે હાર ન માની અને સતત પ્રયોગો કર્યા. એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ન હોવાથી અનેક પડકારો પણ સહન કરવા પડ્યા હતા. માત્ર યુટ્યુબ પરથી જ વીડિયો જોઈને મનીષ રાઠોડે બનાવેલી બે ડિઝાઇન આજે 18 દેશમાં વહેંચાઈ રહી છે. ધીમે ધીમે રૂચી વધતા રૂબિક્સ ક્યુબ કઈ રીતે સોલ્વ કરવું તે શીખ્યો મનીષ રાઠોડે જણાવ્યું કે, વર્ષ 2017માં જ્યારે એરપોર્ટ પર હતો અને ફ્લાઈટ ડિલે થઈ ત્યારે સમય પસાર કરવા માટે ત્યાંથી રૂબિક્સ ક્યુબ ખરીધ્યુ હતું. તે પહેલા મને રૂબિક્સ ક્યુબ સોલ્વ કરવુ તે ખબર પણ ન હતી. ધીમે ધીમે રૂચી વધતા તેને કઈ રીતે સોલ્વ કરી શકાય તે શીખ્યો હતો. જે બાદ અલગ અલગ પ્રકારના ક્યુબ ખરીદવાનું અને તેને સોલ્વ કરવાનો શરૂ કર્યું હતું. અંદાજે 200થી વધુ ક્યુબ સોલ્વ કર્યા પછી મને વિચાર આવ્યો કે ક્યુબની અલગ-અલગ ડિઝાઇન પણ કઈ રીતે કરી શકાય તે શીખવાની ઈચ્છા થઈ હતી. અત્યારે 500થી વધુ રૂબિક્સ ક્યુબનું કલેક્શન છે. જેમાંથી 150 જેટલા મેં પોતે ડિઝાઇન કર્યાં છે. 100 ડિઝાઇન ઇન્વેન્ટર ઓફ પઝલ્સ તરીકે ટ્વિસ્ટી પઝલ્સ મ્યુઝિયમ તરીકે લિસ્ટેડ માત્ર ભારત જ નહીં અન્ય દેશમાંથી પણ રૂબિક્સ ક્યુબ કલેક્ટ કર્યા હોવાનું કહી મનીષ જણાવે છે કે, માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ ચાઇના અને યુરોપિયન કન્ટ્રીમાંથી રૂબિક્સ ક્યુબ કલેક્ટ કર્યા છે. જ્યારે ડિઝાઇન બનાવવાની ઈચ્છા થઈ ત્યારે તે મારા માટે ખૂબ અઘરું હતું. યૂટ્યુબ પરથી વીડિયો જોઈને જ કેડ સોફ્ટવેર શીખ્યો હતો. જે બાદ તેના પરથી ક્યૂબ કઈ રીતે ડિઝાઇન કરી શકાય તે પણ શીખ્યો હતો. ધીરે ધીરે કરતા કરતા 150 જેટલી ક્યૂબની ડિઝાઇન તૈયાર કરી હતી. જેમાંથી અત્યારે 100 જેટલી ડિઝાઇન ઇન્વેન્ટર ઓફ પઝલ્સ તરીકે ટ્વિસ્ટી પઝલ્સ મ્યુઝિયમ તરીકે લિસ્ટેડ છે. આ વર્ષે મારી બે ડિઝાઇન એવી છે જે માસ પ્રોડ્યુસ થઈ છે, જે અત્યારે 18 જેટલા દેશમાં વહેંચાઈ રહી છે. શરૂઆત કઈ રીતે અને કેવો સંઘર્ષ કર્યો તેના પર પુસ્તક પણ લખ્યું રૂબિક્સ ક્યુબ બનાવવા માટેની ડિઝાઇન કરી રીતે શીખ્યા તેને લઈને મનીષ જણાવે છે કે, નવી-નવી ડિઝાઈન તૈયાર કરવી મારા માટે ખૂબ જ અઘરી હતી કારણ કે મારું બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગ ન હતું જેથી કેડ સોફ્ટવેર શીખવું મારા માટે અઘરું હતું કારણ કે તે લોકો રમી શકે તેવું હોવું જોઈએ. હું મારું પઝલ્સનું 3D પ્રિન્ટિંગ પણ જાતે જ કરું છું. જે બનાવવા માટે મટીરિયલ ક્યાંથી લાવવું તેનો ઉપયોગ ક્યાં કરવો તે કશું જ ખબર નહતી જેથી તે મારા માટે ખૂબ પડકાર હતા. તેમજ 3D પ્રિન્ટર ખરીદ્યુ ત્યારે અહીંયા કોઈપણ સર્વિસ સેન્ટર ઉપલબ્ધ ન હતા. જેથી જે પણ કોઈ ખામી સામે આવતી હતી તેના સોલ્યુશન પણ જાતે જ શોધવા પડતા હતા. તમામ વસ્તુઓ કઈ રીતે કરવી તે યુટ્યુબ પરના વીડિયો જોઈને જ શીખ્યો હતો. શરૂઆત કઈ રીતે અને કેવો સંઘર્ષ કર્યો છે તેને લઈને એક પુસ્તક પણ લખી છે.
    Click here to Read More
    Previous Article
    પુંછમાં સેનાએ 7 શંકાસ્પદ IED જપ્ત કર્યા:લાઇટ મશીન ગનના મેગેઝિન પણ મળ્યા; ગઈકાલે 2 આતંકવાદી મદદગારોની ધરપકડ થઈ હતી
    Next Article
    કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓના બાળકો માટે ઘોડિયાઘર શરૂ.:જૂનાગઢ કલેક્ટર કચેરી, પંચાયત અને એસ.પી. ઓફિસના કર્મચારીઓના બાળકો માટે રંગબેરંગી સુવિધાઓ સાથેના ઘોડિયાઘરનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment