Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છના વિકાસકાર્યો અંગે પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયાની સમીક્ષા બેઠક:કર્મચારીઓની અછત દૂર કરવા સ્થાનિક ભરતી કરવા સાંસદની દરખાસ્ત

    11 hours ago

    ભુજ ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં પ્રભારીમંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની અધ્યક્ષતામાં જિલ્લાના વિકાસકાર્યોની વ્યાપક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ, ધારાસભ્યો, અધિકારીઓ અને વિવિધ સમિતિના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન જિલ્લાના વિકાસકાર્યોની ગતિ, ગ્રાન્ટના ઉપયોગ, ગુણવત્તા, મહેકમની સ્થિતિ તેમજ શિક્ષણ, આરોગ્ય અને આંગણવાડી સેવાઓ સહિતના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારીમંત્રી અમૃતિયાએ સ્પષ્ટ સૂચના આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનો સમયસર અને સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિકાસકાર્યોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની સમજૂતી સ્વીકાર્ય નથી. મંત્રીએ અધિકારીઓને પારદર્શક વહીવટ સુનિશ્ચિત કરવા, જિલ્લા પંચાયતના તમામ વિભાગોની બહાર ફરિયાદ પેટી મૂકવા, વિકાસકાર્યો માટે બજારભાવ મુજબ ખર્ચ કરવાની વ્યવસ્થા ગોઠવવા અને યોજનાઓનું અસરકારક વાર્ષિક આયોજન તૈયાર કરવા જણાવ્યું હતું. તેમણે જિલ્લા અને તાલુકા સ્તરે વિકાસ ડાયરી તૈયાર કરીને દરેક કામગીરીનું નિયમિત મોનિટરિંગ કરવાની પણ સૂચના આપી હતી. બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના હોદ્દેદારોએ મહેકમની ખાલી જગ્યાઓ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની સમસ્યાઓ તથા આંગણવાડી સેવાઓને વધુ અસરકારક બનાવવા અંગે વિવિધ રજૂઆતો કરી હતી. આ પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારીમંત્રીએ જિલ્લા વિકાસ અધિકારીને જરૂરી પગલાં ભરવા માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જિલ્લામાં કર્મચારીઓની અછત દૂર કરવા રાજ્ય સરકારની મંજૂરીથી જિલ્લા પંચાયત સ્તરે સ્થાનિક ભરતી શરૂ કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. તેમણે વિકાસકાર્યો નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે આગોતરું આયોજન કરવાની પણ ભલામણ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે વિવિધ વિભાગોની કામગીરી, આંતરિક બદલીની પ્રક્રિયા અને મહેકમની ખાલી જગ્યાઓ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, વિવિધ ધારાસભ્યો અને ગાંધીધામ મહાનગરપાલિકાના મેયર દિવ્યાબેન નાથાણી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહી વિકાસલક્ષી મુદ્દાઓ પર વિચારવિમર્શ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મનપામાં નાસ્તાના બિલમાં ગોટાળા?:₹5 લાખના ટેન્ડર સામે 12 લાખ ચૂકવાયાનો કોંગ્રેસના કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ, કમલેશ સુતરિયાએ કહ્યું- પ્રજાના નાણાનો ગેરવહીવટ
    Next Article
    હિંમતનગરમાં વિકાસકામોની ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરી:કેનાલ ફ્રન્ટ ફેઝ-2, મોતીપુરા સર્કલ ડેવલપમેન્ટ અને પાર્કિંગ સ્થળના સૂચિત નકશાઓની સમીક્ષા કરીને સૂચનાઓ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment