Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામ-મંદિરે આવતો દરેક શ્રદ્ધાળુ શું ₹5 દાન કરી રહ્યો છે:ટ્રસ્ટના દસ્તાવેજોમાં ચોંકાવનારા તથ્યો; 11 મહિનામાં દાન કરતાં વધુ વ્યાજ મળ્યું

    2 days ago

    અયોધ્યાના રામ મંદિરમાં આવતો દરેક શ્રદ્ધાળુ માત્ર 5 રૂપિયા જ દાન કરી રહ્યો છે. આ હકીકત શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના દસ્તાવેજોમાંથી સામે આવી છે. છેલ્લા 11 મહિનામાં મંદિરને જેટલો ચઢાવો મળ્યો, તેના કરતાં વધુ તો બેંકમાં જમા ફંડ પર વ્યાજ મળી ગયું છે. એ પણ સામે આવ્યું કે ગડબડ માત્ર ચઢાવા પૂરતી સીમિત નથી. આ એવા બેહિસાબ ખર્ચાઓ સુધી પણ વધી ગઈ છે, જે ટ્રસ્ટના કેટલાક સભ્યોએ કર્યા. પરંતુ, ટ્રસ્ટના તમામ પદાધિકારીઓને ક્યારેય પૂરી જાણકારી આપવામાં આવી નથી. ભાસ્કરે ટ્રસ્ટના સભ્યો અને પદેન સભ્યો સાથે અલગ-અલગ વાત કરી. તેમણે 3 પ્રકારની વાતો સ્વીકારી- 7 મહિના પહેલાં રામ મંદિરમાં ધર્મધ્વજારોહણ કાર્યક્રમ સમયે ટ્રસ્ટે 10 કરોડથી વધુ ખર્ચ કર્યા. પરંતુ, સભ્યોને ક્યારેય જણાવવામાં આવ્યું ન હતું કે આ રૂપિયા કઈ-કઈ બાબતમાં ખર્ચ કરવામાં આવ્યા. શ્રીરામ મંદિર પરિસરની દાનપેટીઓમાં ચઢાવાની ચોરીના પ્રકરણની તપાસ દરમિયાન ભાસ્કર ટીમને ટ્રસ્ટની છેલ્લી બેઠક સાથે સંકળાયેલા ફંડ અને ખર્ચના દસ્તાવેજો મળ્યા. બેઠક 21 માર્ચ, 2026 ના રોજ થઈ હતી. તેમાં 1 એપ્રિલ, 2025 થી 28 ફેબ્રુઆરી, 2026 સુધીનો સંપૂર્ણ હિસાબ-કિતાબ આપવામાં આવ્યો છે. તીર્થયાત્રી સુવિધા કેન્દ્ર (PCF) સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે ટ્રસ્ટે આ જ દસ્તાવેજો બેઠકમાં સભ્યો સાથે શેર કર્યા હતા. ધર્મધ્વજા કાર્યક્રમમાં 5 થી 6 હજાર અતિથિઓ સામેલ થયા હતા 22 જાન્યુઆરી, 2024 ના રોજ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સૌથી મોટો આયોજન હતો. તેની સરખામણીમાં 25 નવેમ્બર, 2025 ના રોજ આયોજિત ધર્મધ્વજા કાર્યક્રમને સીમિત રાખવામાં આવ્યો હતો. આ ધર્મધ્વજા કાર્યક્રમમાં ફક્ત યુપીના અલગ-અલગ સમાજમાંથી આવતા સાધુ-સંતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. બહારથી આવતા અતિથિઓ માટે રહેવાની વ્યવસ્થા પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે શિખર પર ધર્મધ્વજા ફરકાવી હતી. આ કાર્યક્રમમાં લગભગ 6 હજાર અતિથિઓ સામેલ થયા હતા. કાર્યક્રમમાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે 10.12 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. મતલબ, એક વ્યક્તિ દીઠ સરેરાશ 16 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ અતિથિઓમાં લગભગ 1500 લોકો બહારથી આવ્યા હતા. અન્ય અતિથિઓમાં અયોધ્યા અને આસપાસના લોકો હતા. ટ્રસ્ટે આ 10.12 કરોડ રૂપિયા અલગ-અલગ કઈ રીતે ખર્ચ કર્યા, તેની સંપૂર્ણ વિગત ટ્રસ્ટના સભ્યોને પણ આપવામાં આવી નહોતી. 11 મહિનામાં દાનમાં 83 કરોડ મળ્યા એક દસ્તાવેજમાં શ્રીરામ મંદિરને થતી આવકનું પણ વિવરણ આપવામાં આવ્યું છે. 11 મહિનામાં શ્રીરામ મંદિર ટ્રસ્ટને દાનમાં લગભગ 83 કરોડ રૂપિયા મળ્યા. આ રૂપિયા કંઈક આ રીતે મળ્યા- આ 11 મહિનામાં શ્રીરામ મંદિરમાં 16 કરોડ લોકોએ દર્શન કર્યા. ટ્રસ્ટે કાગળોમાં માત્ર 83 કરોડ રૂપિયા ચઢાવાના દર્શાવ્યા. આ હિસાબે સરેરાશ એક શ્રદ્ધાળુએ માત્ર 5 રૂપિયા દાનમાં આપ્યા છે. હવે SIT આ જ મુદ્દાઓ પર પૂછપરછ પણ કરી રહી છે. 138 કરોડ રૂપિયા માત્ર વ્યાજ મળ્યું બીજી તરફ, આ 11 મહિનામાં ટ્રસ્ટને SBI, PNB અને BOB ના 4 ખાતામાં જમા રકમના બદલામાં 138 કરોડ રૂપિયા વ્યાજ મળ્યું છે. દાનના 83 કરોડ ઉમેરીએ તો, ટ્રસ્ટને કુલ 221 કરોડ રૂપિયાની આવક થઈ. મંદિરની સુરક્ષા પર 10 કરોડ ખર્ચ, છતાં ચોરી થતી રહી ટ્રસ્ટ દ્વારા મંદિરની સુરક્ષા માટે 11 મહિનામાં 10 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા. મંદિરની સુરક્ષા માટે CCTV લગાવવામાં આવ્યા છે. પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. પ્રશ્ન એ છે કે જ્યારે ટ્રસ્ટ સુરક્ષા પાછળ આટલી મોટી રકમ ખર્ચ કરી રહ્યું છે, તો ત્યાંથી ચઢાવાની રકમની ચોરી કેવી રીતે થઈ? આના પરથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષાના નામે માત્ર દેખાડો કરવામાં આવી રહ્યો છે. કોઈપણ આવતા-જતા કર્મચારીની તપાસ કરવામાં આવતી ન હતી. આ જ કારણોસર ચંપત રાયના ભત્રીજા ચંદન રાય, ખાસ સહયોગી રામ શંકર ઉર્ફે ટિન્નુ યાદવ, અનુકલ્પ મિશ્રા જેવા લોકો ચઢાવાની રકમ અને કિંમતી આભૂષણો ચોરી કરવામાં સફળ રહ્યા. 2 જમીનો 26.69 કરોડ રૂપિયામાં ખરીદી મંદિર ટ્રસ્ટે આ સમયગાળા દરમિયાન 2 જમીનો પણ ખરીદી. એક જમીનનો વિસ્તાર આશરે 2.87 એકર છે. તેના બદલામાં ટ્રસ્ટે 21 કરોડથી વધુ ખર્ચ કર્યા. અહીં યાત્રી સુવિધા કેન્દ્ર અને હોસ્પિટલ બનાવવામાં આવશે. વળી, 30 હજાર ચોરસ ફૂટથી વધુનો એક પ્લોટ 1600 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે 5.69 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો. આ જમીન મંદિરની નજીક છે. હવે વાંચો 11 મહિનામાં ટ્રસ્ટે બીજે ક્યાં કેટલો ખર્ચ કર્યો -
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશી સતત ચોથી મેચમાં નિષ્ફળ ગયો:છગ્ગો મારવાના પ્રયાસમાં કેચઆઉટ થયો, અગાઉ તેના કેચ પર વિવાદ થયો હતો; IND-Aનો સ્કોર 75/1
    Next Article
    ઉનાના ખાપટમાં લંગડાતો સિંહ દેખાતા સિંહપ્રેમીઓ ચિંતિત, વીડિયો વાઈરલ:માંડમાંડ ચાલતો સાવજ થોડું ચાલીને જમીન પર બેસતો દેખાયો, સબસલામતના વનવિભાગના દાવા સામે સવાલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment