Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાના ખાપટમાં લંગડાતો સિંહ દેખાતા સિંહપ્રેમીઓ ચિંતિત, વીડિયો વાઈરલ:માંડમાંડ ચાલતો સાવજ થોડું ચાલીને જમીન પર બેસતો દેખાયો, સબસલામતના વનવિભાગના દાવા સામે સવાલ

    2 days ago

    ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વનરાજોનું વિચરણ હવે સામાન્ય બની ગયું છે. રાત્રિના સમયે મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં અવારનવાર સિંહ જોવા મળતા હોય છે. તાજેતરમાં જ આ વિસ્તારના સિંહો 'બેબેસિયોસિસ' (લોહીના કણો પર હુમલો કરતો રોગ) નામના ગંભીર રોગમાંથી મુક્ત થયા હોવાના વન વિભાગના દાવાઓ વચ્ચે તાલુકાના ખાપટ ગામની સીમમાં એક સિંહ અત્યંત દયનીય અને લંગડાતી હાલતમાં જોવા મળ્યો છે. માંડ-માંડ ચાલી શકતો આ સિંહ થોડું અંતર કાપીને જમીન પર બેસી જતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. વન વિભાગની કામગીરી સામે સવાલ વન વિભાગ જ્યારે વન્યજીવોની સુરક્ષા અને દેખરેખના મોટા-મોટા દાવા કરી રહ્યું છે, ત્યારે ખાપટ ગામની સીમમાં સિંહની આ સ્થિતિએ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. સ્થાનિકો અને વન્યજીવ પ્રેમીઓ પૂછી રહ્યા છે કે શું વન વિભાગની ટ્રેકર ટીમને આ સિંહ લંગડાતો હોવાની કોઈ જાણ જ નહોતી? આટલી ગંભીર અને આશક્ત હાલતમાં આ વનરાજ પોતાનો શિકાર કેવી રીતે કરતો હશે? તાત્કાલિક સારવારની માગ નિષ્ણાતોના મતે જો સિંહ લાંબા સમય સુધી આ જ પરિસ્થિતિમાં રહેશે તો તેની રોગપ્રતિકારક શક્તિ ઘટશે અને તે ફરી કોઈ મોટી બીમારીનો ભોગ બને તેવી શક્યતા નકારી શકાતી નથી. સિંહપ્રેમીઓની અપીલ સિંહના આ પ્રકારના વીડિયો અને દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ સિંહપ્રેમીઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક આ સિંહનું લોકેશન ટ્રેસ કરીને તેને રેસ્ક્યુ કરવામાં આવે, જરૂરી વેટરનરી સારવાર આપવામાં આવે અને વનરાજની સાચી તબિયત અંગે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    રામ-મંદિરે આવતો દરેક શ્રદ્ધાળુ શું ₹5 દાન કરી રહ્યો છે:ટ્રસ્ટના દસ્તાવેજોમાં ચોંકાવનારા તથ્યો; 11 મહિનામાં દાન કરતાં વધુ વ્યાજ મળ્યું
    Next Article
    નર્મદાની માળિયા બ્રાન્ચ કેનાલ કોરી કટ:ખેડૂતોને સિંચાઈના પાણીની તીવ્ર અછત, ઉપરવાસમાં પાણીનો બગાડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment