Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશી સતત ચોથી મેચમાં નિષ્ફળ ગયો:છગ્ગો મારવાના પ્રયાસમાં કેચઆઉટ થયો, અગાઉ તેના કેચ પર વિવાદ થયો હતો; IND-Aનો સ્કોર 75/1

    12 hours ago

    શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાઈ-નેશન વન-ડે સિરીઝમાં બુધવારે ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે મેચ દામ્બુલાના રંગીરી દાંબુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બોલિંગ લીધી છે. 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટ્રાઈ-નેશન સિરીઝમાં અફઘાનિસ્તાન-A સામે 28 બોલમાં 38 રન બનાવીને આઉટ થયો. ત્રણ કેચ છૂટ્યા હોવા છતાં તે કેચ આઉટ થયો. તેને ફરીદૂન દાઉદઝઈએ આઉટ કર્યો. વૈભવ આ સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નહીં. અગાઉ, આ મેચમાં વૈભવ સૂર્યવંશીના કેચ પર વિવાદ થઈ ગયો. ભારતીય ઇનિંગ્સની બીજી ઓવરમાં પોઇન્ટ પર ફરીદૂને તેનો કેચ પકડ્યો, પરંતુ થર્ડ અમ્પાયરે તેને આઉટ ન આપ્યો. કોમેન્ટરી કરી રહેલા એક્સપર્ટે આને ખોટું ગણાવ્યું. કોમેન્ટરી અનુસાર વૈભવને બેનિફિટ ઑફ ડાઉટ મળ્યો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 9 ઓવરમાં 80/1 છે. ટીમ તરફથી પ્રિયાંશ આર્ય અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. આ મેચમાં વૈભવ સૂર્યવંશીની વધુ એક પરીક્ષા છે. તે આ સિરીઝમાં એક પણ ફિફ્ટી ફટકારી શક્યો નથી. વૈભવ છેલ્લી મેચમાં શ્રીલંકા સામે 21 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, ઈન્ડિયા-Aને તેની છેલ્લી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાને ફાઈનલમાં પહોંચવા માટે આજે કોઈપણ ભોગે જીત મેળવવી જરૂરી છે. તે સ્થિતિમાં પણ ટીમે અન્ય પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
    Click here to Read More
    Previous Article
    Live News Update 17 June 2026: Maharashtra Shivsena Crisis | Sanjay raut | Weather Update
    Next Article
    રામ-મંદિરે આવતો દરેક શ્રદ્ધાળુ શું ₹5 દાન કરી રહ્યો છે:ટ્રસ્ટના દસ્તાવેજોમાં ચોંકાવનારા તથ્યો; 11 મહિનામાં દાન કરતાં વધુ વ્યાજ મળ્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment