Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ધરણામાં રોડ પર સૂઈ ગયાં પ્રિયંકા; મોદી બોલ્યા- જેણે પાડ્યો, તેણે જ ઊઠતાં શીખવ્યું; કોહલીએ કહ્યું- ₹5 કરોડ લઈને પ્રેમાનંદજીને નથી મળ્યો

    10 hours ago

    નમસ્તે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી નેતાઓએ CEC વિરુદ્ધ સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યું. પીએમ મોદીએ 7 ઓક્ટોબરે પોતાના સાર્વજનિક જીવનના 25 વર્ષ પૂરા કર્યા. ક્રિકેટર વિરાટ કોહલીએ ફલાહારી મહારાજના આરોપો પર નિવેદન જાહેર કર્યું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. SIR વિરુદ્ધ INDIA બ્લોકનું દેશભરમાં વિરોધ પ્રદર્શન. 2. PM મોદી દિલ્હીમાં ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં સામેલ થશે. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલ-પ્રિયંકાના જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સતત બીજા દિવસે ધરણા: ત્રીજી વખત કસ્ટડીમાં લીધા, રાહુલે કહ્યું- CECની નિમણૂક ગેરકાયદેસર, રાજીનામું ન આપે ત્યાં સુધી નહીં અટકીએ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગને લઈને રાહુલ અને પ્રિયંકા ગાંધીએ બુધવારે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યું. આ વખતે બંને જંતર-મંતરથી 200 મીટર પહેલાં રસ્તા પર બેસી ગયા. સુરક્ષા દળોએ તેમને આગળ જવા દીધા નહીં, તો પ્રિયંકા બંધારણની નકલ લઈને રસ્તા પર સૂઈ ગયા. આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોની સુરક્ષા દળો સાથે ધક્કામુક્કી પણ થઈ. આ પહેલાં રાહુલ-પ્રિયંકા વિપક્ષી સાંસદો સાથે સાગર રત્ના રેસ્ટોરન્ટમાં લંચ કર્યા બાદ જંતર-મંતર માટે નીકળ્યા હતા. લંચ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપ્યું હતું. આ લંચમાં સપાના નેતાઓ પહોંચ્યા નહોતા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મોદી 50 મિનિટમાં 19 વાર બોલ્યા, We Will Do It:પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે; PM-CM તરીકે 25 વર્ષ પૂર્ણ 'we will do it-આપણે કરીને બતાવીશું'. પીએમ મોદીએ બુધવારે તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ સૂત્ર 19 વખત ઉચ્ચાર્યું. દિલ્હીમાં સંબોધનમાં કહ્યું, જ્યાં સુધી ભારત વિકસિત નહીં થાય ત્યાં સુધી હું થાકીશ નહીં કે રોકાઈશ નહીં. હું મહત્વાકાંક્ષા માટે નહીં, એક મિશન માટે જીવું છું. જેમણે મને નીચે પાડ્યો તેમણે જ મને ઉભા થતા શીખવ્યું. જેમણે મારો વિરોધ કર્યો તેમણે મને લોકશાહીની શક્તિ શીખવી. 25 વર્ષ પાછળ જોતાં, સિદ્ધિઓ કરતાં વધુ કૃતજ્ઞતા અનુભવાઈ છે. દરેક ઘટનાએ તેમને કંઈક શીખવ્યું અને નમ્ર બનવાનું શીખવ્યું. તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે શીખવાની તેમની ઇચ્છા ક્યારેય ઓછી ન થાય. વાંચો સંપૂર્ણ સમાચાર 3. મોંઘવારી વધી, હવે લોન લેવી અને ચૂકવવી પણ મોંઘી:RBIની ચેતવણી- હજુ ભાવ વધશે; તહેવારોની સીઝનમાં ખરીદી ઘટવાની આશંકા મોંઘવારી હજુ વધવાની છે, એ તો નક્કી છે. સાથે જ બેંકો પાસેથી લોન લેવી પણ મોંઘી થવાની છે. આ વાતો રિઝર્વ બેંક એટલે કે RBIની છે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને RBIએ રેપો રેટ 5.25%થી વધારીને 5.50% કરી દીધો છે. ફેબ્રુઆરી 2023 એટલે કે લગભગ 4 વર્ષ બાદ રેપો રેટ વધારવો પડ્યો છે. આ વખતે આ વધારો તહેવારોની મોસમના બરાબર પહેલાં થયો છે, જ્યારે લોકો સૌથી વધુ ખરીદી કરે છે. આ એ વ્યાજદર છે જેના પર બેંક RBI પાસેથી લોન લે છે. ફોર્મ્યુલા એ છે કે જો રિઝર્વ બેંક બેંકોને મોંઘી લોન આપશે તો બેંકો પણ લોકોને મોંઘી લોન આપશે, જેના કારણે લોકો ઓછી લોન લેશે અને ખર્ચ પણ ઓછો કરશે. ખર્ચ ઓછો કરશે તો મોંઘવારી કાબૂમાં રહેશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ‘પ્રેમાનંદ મહારાજને મળવા 5 કરોડ લીધા?’:વિરાટ કોહલીએ ફલાહારી મહારાજના આરોપો ફગાવ્યા, કહ્યું- આસ્થાના કારણે દર્શન કરવા જઈએ છીએ, ‘આ દાવા પાયાવિહોણા છે’ ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ ફલાહારી મહારાજ દિનેશ શર્માના આરોપને ફગાવી દીધો છે. તેમની ટીમે બુધવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું- ‘વિરાટ કોહલી અંગે કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે.’ નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ દાવા તથ્યાત્મક રીતે પણ ખોટા છે. વિરાટ કોહલી પ્રેમાનંદ મહારાજજીને માત્ર પોતાની ઊંડી આસ્થા અને શ્રદ્ધાને કારણે મળે છે.’ એક દિવસ પહેલાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ ફલાહારી મહારાજે આરોપ લગાવ્યો હતો કે એક જૂથે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને કથિત રીતે 5 કરોડ રૂપિયા આપીને પ્રેમાનંદ મહારાજના દરબારમાં બોલાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભારતીય ક્રૂ વાળા ઓઇલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો:બ્લેક સીમાં 2 હુમલા, યુક્રેનિયન ડ્રોન ઓઇલ ટેન્કર સાથે અથડાયું; હોર્મુઝમાં પણ 1 જહાજ પર હુમલો રશિયાના બ્લેક સી કાંઠા નજીક એક તેલ ટેન્કર પર દરિયાઈ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ ટેન્કરમાં આગ લાગી ગઈ. ટેન્કર પર 23 લોકોનો ક્રૂ હતો. બધા ભારતીય નાગરિકો હતા અને તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. રશિયાના પરિવહન મંત્રાલય અનુસાર, લાઇબેરિયાનો ધ્વજ ધરાવતા આ ટેન્કર પર હુમલા બાદ બ્લેક સીના પાણીમાં કાચું તેલ સળગ્યું. તેના કારણે રશિયાના રિસોર્ટ શહેર સોચીના કેટલાક વિસ્તારોમાં આકાશ કાળા ધુમાડાથી ઢંકાઈ ગયું છે. છેલ્લા 48 કલાકમાં ભારતીય નાવિકો ધરાવતા જહાજોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. કોંગ્રેસ નેતા વીરજી ઠુમ્મર પંચમહાભૂતમાં વિલીન:પિતાના અંતિમ દર્શન કરી જેનીબેન ચોધાર આંસુએ રડી પડ્યા, ભારે હૈયે અગ્નિદાહ આપ્યો અમરેલીના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરજી ઠુમ્મરનું અમરેલીમાં નિધન થયું છે. વીરજી ઠુમ્મરની અંતિમયાત્રા આજે સાંજે 5 વાગ્યે અમરેલી ખાતે તેમના નિવાસસ્થાનેથી નીકળી. અમરેલી સહિત સૌરાષ્ટ્રના દિગજ્જ નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા. વીરજી ઠુમ્મર છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને પોતાના ગામમાં જ રહી સારવાર લઈ રહ્યા હતા. વિરજી ઠુમ્મરની અંતિમયાત્રા સમયે પુત્રી જેનીબેન ભાવુક થયા હતા અને પિતાના છેલ્લા દર્શન કરી રડી પડ્યા હતા. જેનીબેને પુષ્પ અર્પણ કરી પિતાની અંતિમયાત્રાને કાંધ આપી હતી અને ધર્મરથમાં બેસી સ્મશાન સુધી પણ ગયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદની 10 સ્કૂલ-મોદી સ્ટેડિયમ અને AMC ઓફિસને બોમ્બથી ઉડાવવાની ધમકી:દિલજીત દોસાંઝના કોન્સર્ટનો પણ મેઇલમાં ઉલ્લેખ, ઝાયડસ સ્કૂલે વિદ્યાર્થીઓને વહેલા છોડી દીધા અમદાવાદની 10 સ્કૂલને આજે(7 ઓક્ટોબર) બોમ્બથી ઉડાવવાનો મેઈલ મળ્યો હતો. બોમ્બ થ્રેટના મેઈલની જાણ થતા જ બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ પણ સ્કૂલો પર પહોંચી હતી. જે બાદ સ્કૂલોએ વાલીઓને તાત્કાલિક બાળકોને ઘરે લઈ જવા સૂચના આપી દીધી હતી. જેના કારણે વાલીઓમાં દોડધામ મચી હતી. ઝાયડસ સહિતની સ્કૂલે વિદ્યાર્થીઓને વહેલા છોડી દીધા હતાં. 'અમદાવાદ ગુજરાત બોલેગા ખાલિસ્તાન ઝિંદાબાદ' લખીને મેઈલ કર્યો છે. જેમાં ગુજરાતની સ્કૂલને 11:11એ ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને 1 નવેમ્બરે JLN સ્ટેડિયમ દિલ્હી કે જ્યાં દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ઉલ્લેખ કરીને ધમકી આપવામાં આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : CJPએ કહ્યું- શું BJP ગૃહયુદ્ધ કરાવવા માગે છે:પ્રધાનના રાજીનામા માટે 36 દિવસ સુધી ધરણાં કર્યા, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 10 ઑક્ટોબરથી પ્રદર્શન (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ઇઝરાઇલમાં 20 દિવસ બાદ મતદાન, નેતન્યાહૂ હારી શકે છે:હમાસના હુમલાએ દેશની રાજનીતિ બદલી; ડાબેરી પક્ષ નબળા પડ્યા, અરબ પાર્ટીઓ અછૂત બની (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : સુપ્રીમ કોર્ટ ચૂંટણી કમિશનરોની નિમણૂક અંગેના નિર્ણયની તપાસ કરશે:સુનાવણી કરી રહેલાં ન્યાયાધીશોમાં સહમતિ નહોતી; કમિશનરોની નિમણૂક પેનલમાંથી CJIને હટાવવાનો મામલો (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : PM શહબાઝનું ઇમરાન સમર્થકોને વાતચીતનું આમંત્રણ:સમર્થકો બોલ્યા- પૂર્વ પીએમની મુક્તિની માગ સાથે કોઈ સમાધાન નહીં; લોંગ માર્ચ પેશાવારથી 30 કિમી દૂર (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : IMC-2026માં આ વખતે એડવાન્સ રોબોટ્સ જોવા મળશે:સેટેલાઇટ ઇન્ટરનેટ, AI અને 6G પર ફોકસ રહેશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : વિવાદના કારણે હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડી?:ટીમની કમાન સંભાળ્યા બાદ સ્મૃતિ મંધાનાએ ખુલાસો કર્યો, સો.મીડિયા પર કહી દિલની વાત (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ધન-સંપત્તિ કમાવવામાં આખી જિંદગી કાઢી નાખી:પત્ની-બાળકોની અવગણના કરી, યમરાજ પ્રાણ લેવા પહોંચ્યા ત્યારે લોભી વ્યક્તિને ભૂલ સમજાઈ (વાંચો સંપૂર્ણ વાર્તા) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ પહેલાં આઇફોન ચોર્યો, પછી પાસવર્ડ માગ્યો દહેરાદૂનના ક્લેમેન્ટ ટાઉનમાં 12 સપ્ટેમ્બરે ઘરમાંથી આઇફોન ચોરી થયો. આ પછી ફોન માલિકની બહેનના મોબાઇલ પર મેસેજ આવવા લાગ્યા. ચોર તેની પાસે ચોરી કરેલા આઇફોનનો પાસવર્ડ માગી રહ્યા હતા. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. પૈસાની લાલચે મિત્રતાને દુશ્મનીમાં ફેરવી: સરદારધામ બહાર રાહ જોઈ ને પછી ખેલાયો ખૂની ખેલ; વહેલી સવારે બસ રોકીને પોલીસ ઘુસી 2. પારકી પંચાત : દેવાયત ખવડના સૂર અને લવિંગજીના ઠુમકા:ધારાસભ્ય અધિકારીઓ ઉપર ગુસ્સે થયા, પંચાલના ફોટામાં નેતાઓ ફોનમાં વ્યસ્ત, જુઓ VIDEO 3. Editor's View : 'મુસ્લિમો ફ્રાન્સ પર કબજો કરી લેશે': ટ્રમ્પે નવો બોમ્બ ફોડ્યો, જેન-ઝીની જ્વાળાઓ વચ્ચે પેરિસ ભડકે બળ્યું, હજારો વિદ્યાર્થી જેલમાં, હિંસક આંદોલનથી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ 4. આજનું એક્સપ્લેનર: હુતી સામે લડવા સાઉદી જઈ રહી છે પાક-તુર્કીની સેના, પાકિસ્તાને પહેલાં ઇનકાર કર્યો, આખરે કઈ મજબૂરીમાં 'મક્કા પેક્ટ' એક્ટિવ થયો? 5. ભાસ્કર એક્સપ્લેનર : રાહુલ ગાંધીએ જ્ઞાનેશ કુમાર સામે કેમ પૂરી તાકાત લગાવી?: રાજીનામું નહીં થાય તો શું કરશે; આખરે વિપક્ષનું રાજકીય ગણિત શું છે? 6. નવરાત્રિમાં ગરબા પાર્ટનર ભાડે જોઈએ છે?: સોશિયલ મીડિયાની આવી જાહેરાતો પાછળ છેતરપિંડીની જાળ; 'રેન્ટ અ ગરબા પાર્ટનર' સ્કેમને આ રીતે ઓળખો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ રાશિફળ ગુરુવારનું રાશિફળ:મેષ રાશિના જાતકો માટે ગ્રહનું ગોચર ફળદાયી, કર્ક રાશિના લોકો ઓફિસમાં રાજકારણનો શિકાર બનશે (વાંચો સંપૂર્ણ રાશિફળ)
    Click here to Read More
    Previous Article
    Satya Nadella, Elon Musk Among Top Tech CEOs To Receive US Science Medal
    Next Article
    Amid Reports Of Rift, Smriti Pens Heartfelt Tribute For Harmanpreet

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment