Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધાંગધ્રાના શંભુભાઈ મિસ્ત્રી બનાવે છે પક્ષીઓના લાકડાના મહેલ:અબોલ પક્ષીઓ માટે દેશભરમાં લોકપ્રિય બન્યા આ બર્ડ ફીડર

    1 day ago

    ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં જાણીતા વુડ આર્ટિસ્ટ શંભુભાઈ મિસ્ત્રી પક્ષીઓ માટે અનોખા લાકડાના મહેલ આકારના બર્ડ ફીડર તૈયાર કરી રહ્યા છે. આ બર્ડ ફીડર દેશભરમાં લોકપ્રિય બન્યા છે. આ મહેલો રાજવાડી શૈલી, સુંદર કોતરણી અને આકર્ષક ડિઝાઇન ધરાવે છે. મજબૂત લાકડામાંથી બનેલા આ બર્ડ ફીડરનો મુખ્ય હેતુ પક્ષીઓને સરળતાથી દાણા અને પાણી મળી રહે તે છે. તેમાં પક્ષીઓ આરામથી બેસીને દાણા ચણી શકે અને પાણી પી શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શંભુભાઈએ અત્યાર સુધી 51,000થી વધુ ચકલી ઘરો બનાવ્યા છે. નાનકડા ચકલી ઘરથી શરૂ થયેલી તેમની આ સફર આજે વિવિધ ડિઝાઇનના લાકડાના બર્ડ ફીડર મહેલો સુધી પહોંચી છે. આ અનોખા બર્ડ ફીડર મહેલોની માંગ હવે માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશભરના અનેક રાજ્યો તેમજ વિદેશમાં પણ છે. લોકો પોતાના ઘર, બગીચા, ફાર્મહાઉસ, રિસોર્ટ અને મંદિરોમાં આ મહેલો સ્થાપિત કરી રહ્યા છે. આનાથી પક્ષીઓને નિયમિત દાણા-પાણી મળે છે અને સ્થળની સુંદરતા પણ વધે છે. દરેક મહેલ હાથથી તૈયાર કરવામાં આવે છે. તેની ડિઝાઇન એવી રીતે બનાવવામાં આવે છે કે એકસાથે અનેક પક્ષીઓ બેસીને દાણા ચણી શકે. આ બર્ડ ફીડર માત્ર એક સુશોભનની વસ્તુ નથી, પરંતુ જીવદયા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું પ્રતિક છે. પક્ષીઓ માટે દાણા-પાણી ઉપલબ્ધ કરાવવાના એક નાના વિચારથી શરૂઆત કરીને, શંભુભાઈએ તેને દેશભરમાં લોકપ્રિય લાકડાના બર્ડ ફીડર મહેલોના સફળ વ્યવસાયમાં પરિવર્તિત કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરા એરપોર્ટ પર ‘ભારત ટેક્સી’ સેવાની શરૂઆત:ડ્રાઈવરોને આર્થિક સશક્તિકરણ, મુસાફરોને સસ્તી અને ગુણવત્તાયુક્ત સેવા આપવાનો આશય, ભવિષ્યમાં મુસાફરો માટે ₹5 લાખ સુધીના વીમા કવચની યોજના બનાવવામાં આવશે
    Next Article
    મોરબીમાં મહેસૂલી કર્મચારીઓનો બદલી કેમ્પ યોજાયો:40 કર્મચારીઓને વિશેષ સોફ્ટવેરથી કચેરી ફાળવાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment