Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ, પાણી ભરાતા ઓફિસ જતા લોકો ફસાયા:અખબારનગર અને મકરબા સહિતના અંડરપાસ બંધ, ગોતા-ઓગણજમાં 40 મિનિટમાં બે ઇંચ

    3 days ago

    અમદાવાદ અને ગાંધીનગરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાવ અને વીજળીના કડાકા-ભડાકા સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, ખેડા મહેસાણા અને અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સવારથી વરસાદી માહોલ અમદાવાદમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો અને વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારો જેવા કે સેટેલાઇટ, વેજલપુર, પ્રહલાદનગર, જોધપુર, ઇસ્કોન, એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, ઝુંડાલ, ત્રાગડ અને એરપોર્ટ રોડ પર મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. પરિમલ, અખબારનગર, શાહીબાગ અને મકરબા એમ ચાર અંડર પાસ બંધ કરવામાં આવ્યા છે. સવારથી લોકોને નોકરી અને ધંધાના કામે જવાનું હોવાના કારણે નાગરિકોને હાલાકી પડી રહી છે. ગાંધીનગરમાં પણ વહેલી સવારથી જ સુસવાટા મારતા પવનો સાથે વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં વાદળોના ગળગળાટ વચ્ચે ધીમીધારે સતત વરસાદ વરસી રહ્યો છે. માત્ર 40 મિનિટમાં ગોતા, ઓગણજ, જગતપુરમાં બે ઇંચ અમદાવાદમાં સવારે સાત વાગ્યા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર 40 મિનિટના સમયગાળામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોતા, ઓગણજ, જગતપુર વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાયન્સ સિટી અને ચાંદલોડિયા વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, થલતેજ, બોપલ, ઘુમા, સરખેજ મકરબા સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે જોધપુર, સેટેલાઈટ, પ્રહલાદનગર, શિવરંજની, નવરંગપુરા, રાણીપ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અડધા ગુજરાતમાં હજી પણ વરસાદની ઘટ રાજ્યમાં સિઝનનો 85 ટકા સરેરાશ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં હજી પણ 9 ટકા વરસાદની ઘટ છે. જિલ્લાની વાત કરીએ તો 17 જિલ્લા એવા છે કે જ્યાં 12 ટકાથી લઈ 78 ટકા સુધીની ઘટ વર્તાઈ રહી છે. ભાદરવાના પ્રારંભે વરસેલા વરસાદના કારણે ખેતીને તો હાલ પૂરતો ટેકો થઈ ગયો છે. પરંતુ, જો આગામી દિવસોમાં વધુ વરસાદ ન વરસે તો સૌરાષ્ટ્રમાં પીવાના પાણીને લઈ ચિંતા વધી શકે છે.
    Click here to Read More
    Previous Article
    ભગવાન ગણેશ અને કાર્તિકેય વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી:જ્યારે સંસાધનો મર્યાદિત હોય, ત્યારે પરંપરાગત માર્ગે ચાલવાને બદલે લીકથી હટીને વિચારો, હાર્ડ વર્ક નહીં, સ્માર્ટ વર્ક પસંદ કરો
    Next Article
    બોટાદમાં રેશનિંગ દુકાનોની ગેરરીતિ મુદ્દે ભીમસેનાની રજૂઆત:યુવા ભીમસેના પ્રમુખે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment