Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GTUના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડૉ. વૈભવ ભટ્ટે ચાર્જ સંભાળ્યો:કાયમી કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી જવાબદારી સોંપાઈ; ‘રિસર્ચ-ઇનોવેશન ક્ષેત્રે આગળ વધારવા પર રહેશે વિશેષ ભાર’

    1 day ago

    ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)માં ઇન્ચાર્જ કુલપતિ તરીકે સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના ડિરેક્ટર ડૉ. વૈભવ ભટ્ટે વિધિવત રીતે કાર્યભાર સંભાળી લીધો છે. પૂર્વ કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ સમયસર સર્ચ કમિટીની રચના ન થવાને કારણે, શૈક્ષણિક અને વહીવટી કામકાજમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે સરકાર દ્વારા તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે. પૂર્વ કુલપતિ અને રજિસ્ટ્રારે પાઠવી શુભેચ્છા ચાર્જ હસ્તાંતરણ પ્રસંગે પૂર્વ કુલપતિ ડૉ. રાજુલ ગજ્જર અને રજિસ્ટ્રાર કે.એન. ખેરે નવા ઇન્ચાર્જ કુલપતિ ડૉ. વૈભવ ભટ્ટનું સ્વાગત કરી શુભકામનાઓ પાઠવી હતી. નિયમિત કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી આગામી છ મહિના માટે તેઓ આ જવાબદારી સંભાળશે અને નવા શૈક્ષણિક સત્ર, પરીક્ષાઓ તેમજ પરિણામો જેવા મહત્વના કાર્યોનું નેતૃત્વ કરશે. રિસર્ચ, ઇનોવેશન અને પ્લેસમેન્ટ પર રહેશે વિશેષ ભાર કાર્યભાર સંભાળ્યા બાદ ડૉ. વૈભવ ભટ્ટે જણાવ્યું કે, GTUના પૂર્વ કુલપતિઓ દ્વારા સ્થાપિત વારસાને આગળ વધારવામાં આવશે. યુનિવર્સિટીને રિસર્ચ, ઇનોવેશન અને ટેક્નોલોજી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગવી ઓળખ અપાવવા માટે વિશેષ કામગીરી કરાશે. તેમજ વિદ્યાર્થીઓની પ્રવેશ અને પરીક્ષા પ્રક્રિયા સરળ બનાવવા અને સ્ટાર્ટઅપ તથા જોબ પ્લેસમેન્ટ માટે ઉદ્યોગો સાથેના જોડાણને વધુ મજબૂત બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રા હાઈવે પર LCBએ ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપ્યો:11.98 લાખનો મુદ્દામાલ જપ્ત, બે રાજસ્થાની પકડાયા
    Next Article
    વડોદરા એરપોર્ટ પર ‘ભારત ટેક્સી’ સેવાની શરૂઆત:ડ્રાઈવરોને આર્થિક સશક્તિકરણ, મુસાફરોને સસ્તી અને ગુણવત્તાયુક્ત સેવા આપવાનો આશય, ભવિષ્યમાં મુસાફરો માટે ₹5 લાખ સુધીના વીમા કવચની યોજના બનાવવામાં આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment