Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રા હાઈવે પર LCBએ ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપ્યો:11.98 લાખનો મુદ્દામાલ જપ્ત, બે રાજસ્થાની પકડાયા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લા LCB ટીમે ધ્રાંગધ્રા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 11.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂ, ટ્રક અને મોબાઈલનો સમાવેશ થાય છે. પોલીસે રાજસ્થાનના બે શખ્સોને પણ પકડી પાડ્યા છે. LCB ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, માલવણ તરફથી એક ટ્રકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ છુપાવી ધ્રાંગધ્રા તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે LCB ટીમના દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ, સંજયભાઈ પાઠક, અજયસિંહ ઝાલા સહિતના સ્ટાફે હાઈવે પર કોર્ટ નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન GJ 27 TT 9116 નંબરનો ટ્રક આવતા તેને રોકવામાં આવ્યો હતો. તપાસ કરતા ટ્રકમાં બનાવેલા ચોરખાનામાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 504 બોટલ અને 120 બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 1,78,464 રૂપિયા થાય છે. આ ઉપરાંત, 10 લાખ રૂપિયાનો ટ્રક અને 20,000 રૂપિયાના બે મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા હતા. કુલ 11,98,464 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. પોલીસે ટ્રકમાં સવાર વિજયસિંહ ધુલસિંહ સિસોદિયા અને દેવીસિંહ નરસિંહ સિસોદિયા (બંને રહે. ઉદેપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં વિદેશી દારૂ મોકલનાર રાજેન્દ્ર પટેલ અને મંગાવનાર અજાણ્યા શખ્સ સહિત કુલ ચાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક પર લગાવેલી નંબર પ્લેટ પણ ખોટી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 32 પોલીસકર્મીઓની આંતરિક બદલી:એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા જવાનોનું ટ્રાન્સફર, જાણો કોને ક્યાં મુકાયા; 13 દિવસમાં 169ની બદલી
    Next Article
    GTUના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડૉ. વૈભવ ભટ્ટે ચાર્જ સંભાળ્યો:કાયમી કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી જવાબદારી સોંપાઈ; ‘રિસર્ચ-ઇનોવેશન ક્ષેત્રે આગળ વધારવા પર રહેશે વિશેષ ભાર’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment