Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 32 પોલીસકર્મીઓની આંતરિક બદલી:એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા જવાનોનું ટ્રાન્સફર, જાણો કોને ક્યાં મુકાયા; 13 દિવસમાં 169ની બદલી

    1 day ago

    રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આજે 4 ઓગસ્ટે એક સાથે વધુ 32 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી છે. એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં પ્રથમ યાદી જાહેર કરી 49 કર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી હતી અને તેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી વધુ એક બદલીનો લીથો તૈયાર કરી 88 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજરોજ બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. 32 પોલીસકર્મીઓની આંતરિક બદલીનું લિસ્ટ જુઓ 13 દિવસમાં ચાર લીથો જાહેર કરીને 169 પોલીસકર્મીની બદલી રાજકોટ શહેર પોલીસમાં અલગ અલગ પોલીસ સ્ટેશન તેમજ અલગ અલગ શાખામાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષ સુધી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધી કુલ 4 લીથા જાહેર કરવામાં આવ્યા છે. તેમાં કુલ 137 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. પ્રથમ લીથો 23 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો તેમાં 49 પોલીસ કર્મીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મુકવામાં આવ્યા હતા આ પછી બીજો અને ત્રીજો લીથો 28 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો હતો જેમાં 84 અને 4 મળી કુલ 88 પોલી કર્મીની બદલી કરવામાં આવી હતી. હજુ પણ પોલીસ કર્મીઓની બદલીનો લીથો આવી શકે છે આ પછી આજે 4 ઓગ્સ્ટ 2026ના રોજ ચોથો લીથો જાહેર કરવામાં આવ્યો છે જેમાં કુલ 32 પોલીસ કર્મીની આંતરિક બદલી કરવામાં આવી છે. આજે 32 પૈકી 12 પોલીસ કર્મી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હતા જેમને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે જયારે બાકીના 10 કર્મીઓની આંતરિક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે અને 10 પોલીસ કર્મીને હેડ ક્વાર્ટરમાંથી પોલીસ સ્ટેશનમાં બદલી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હજુ પણ 50થી વધુ પોલીસ કર્મીઓની બદલીનો લીથો આવતા નજીકના દિવસોમાં બદલી સાથે જાહેર કરવામાં આવશે જેમાં મોટાભાગના ટ્રાફિક શાખામાં મુકાઈ તેવી શક્યતા સેવાઈ રહી છે. 23 જુલાઈએ 49 કર્મીઓની બદલી કરાઈ હતી ઉલ્લેખનીય છે કે, આંતરિક બદલીની આ પ્રક્રિયા અંતર્ગત 23 જુલાઈએ પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી. તે યાદીમાં 49 પોલીસ કર્મચારીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી, જેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થતો હતો. (જુઓ લિસ્ટ) 28 જુલાઈએ રાજકોટ શહેર 88 કર્મીઓની આંતરિક બદલી 28 જુલાઈએ રાજકોટ શહેર પોલીસ તંત્રમાં વહિવટી સુગમતા અને કાર્યક્ષમતા વધારવાના ભાગરૂપે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક મોટો નિર્ણય લીધો હતો. શહેરના 88 પોલીસ કર્મચારીઓની એક સાથે આંતરિક બદલીના આદેશો જારી કરવામાં આવી હતી. (જુઓ લિસ્ટ)
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ઝાપટાં વરસ્યાં, ગાંધીનગરના તાપમાનમાં એક ઝાટકે 4.1°Cનો વધારો:10 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 18% વધુ વરસાદ
    Next Article
    ધ્રાંગધ્રા હાઈવે પર LCBએ ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપ્યો:11.98 લાખનો મુદ્દામાલ જપ્ત, બે રાજસ્થાની પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment