Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઝાપટાં વરસ્યાં, ગાંધીનગરના તાપમાનમાં એક ઝાટકે 4.1°Cનો વધારો:10 ઓગસ્ટ સુધી હળવા વરસાદની આગાહી, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 18% વધુ વરસાદ

    1 day ago

    ગુજરાતમાં 10 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રીજિયનમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સામાન્ય 15.99 ઇંચ કરતાં 18% વધુ એટલે કે કુલ 18.87 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ, વરસાદનું જોર ઘટતાં તાપમાનમાં ઉછાળો જોવા મળ્યો છે, જેમાં ગાંધીનગરમાં એક જ દિવસમાં તાપમાન 4.1°C વધીને 32.6°C સુધી પહોંચી ગયું છે. આજે (4 ઓગસ્ટ) અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે એસ.જી. હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. દરિયાકાંઠે મજબૂત પવનો ફૂંકાશે, માછીમારો માટે ચેતવણી દરિયાકાંઠાના વિસ્તારોમાં 'સ્ટીપ પ્રેશર ગ્રેડિએન્ટ'ના કારણે મજબૂત પવનો ફૂંકાઈ શકે છે, જેની ઝડપ 15થી 20 નોટ્સ અને ઝટકા સાથે 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ તરફ રહેશે. દરિયાઈ વિસ્તારમાં 30થી 40 કિમી/કલાકની ઝડપે અને ઝટકા સાથે 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિસ્ટમ સક્રિય વેધર સિસ્ટમ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસે જણાવ્યું કે, મોનસૂન ટ્રફ હાલ અનૂપગઢ, દિલ્હી, શાહજહાંપુર, બસ્તી અને છપરા થઈને પૂર્વમાં નાગાલેન્ડ સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત, 5.8 કિમીની ઊંચાઈ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સ્વરૂપે સક્રિય છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર 1.5 કિમી સુધી, સૌરાષ્ટ્ર-કચ્છ પર 5.8 કિમીની ઊંચાઈએ, તેમજ પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તાર પર 4.5 કિમી સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. મહત્તમ તાપમાનમાં ઉછાળો, ભાવનગર સૌથી ગરમ વરસાદનું જોર ઘટતાં મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનમાં 1°Cથી 4°Cનો ઉછાળો જોવા મળ્યો છે. સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં 4.1°C (28.5°Cથી વધીને 32.6°C), વડોદરામાં 3.4°C (30.4°Cથી વધીને 33.8°C) અને ભાવનગરમાં 2.6°C વધ્યું છે. 3 ઓગસ્ટના રોજ 34.6°C તાપમાન સાથે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જ્યારે 27.2°Cથી વધીને 29.5°C પહોંચવા છતાં રાજકોટ રાજ્યનું સૌથી ઓછું તાપમાન ધરાવતું શહેર રહ્યું હતું. બીજી તરફ, સુરત, પોરબંદર અને દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં ખાસ ફેરફાર થયો નથી અને વાતાવરણ સ્થિર રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રણજીમાં બે બેવડી સદી ફટકારનાર વડોદરાના ક્રિકેટરને દુલીપ ટ્રોફીમાં સ્થાન:અર્પિત ભાટેવારે કહ્યું- પિતાએ બસ કંડક્ટરી કરી અહીં સુધી પહોંચાડ્યો, કૃણાલ પંડ્યાએ મને બેટ મોકલ્યું
    Next Article
    રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 32 પોલીસકર્મીઓની આંતરિક બદલી:એક જ સ્થળે 3 કે વધુ વર્ષથી ફરજ બજાવતા જવાનોનું ટ્રાન્સફર, જાણો કોને ક્યાં મુકાયા; 13 દિવસમાં 169ની બદલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment