Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹4.85 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:વીંઝરાણા પાટીયા નજીક હ્યુન્ડાઈ i20 કારને રોકી બગવદર પોલીસે એક આરોપીને પકડ્યો, એક ફરાર

    21 hours ago

    પોરબંદર જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે બગવદર પોલીસે કાર્યવાહી કરી છે. બાતમીના આધારે, વીંઝરાણા પાટીયા નજીકથી એક હ્યુન્ડાઈ i20 કારને રોકીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 4.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસ દરમિયાન, કારમાંથી રૂ. 1.80 લાખની કિંમતની ચાર્લી રિઝર્વ વ્હિસ્કી અને ઓલ્ડ હેબિટ વ્હિસ્કીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત, રૂ. 3 લાખની કિંમતની હ્યુન્ડાઈ i20 કાર પણ જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે બાવન અજાભાઈ શામળા (ઉંમર 30, રહે. પાલખડા ગામ, પોરબંદર)ની સ્થળ પરથી ધરપકડ કરી છે. તેનો સાગરિત સાગર બાવાજી (રહે. રાણાપર, ભાણવડ, દેવભૂમિ દ્વારકા) ફરાર થઈ ગયો છે, જેને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(E), 116(B), 98(2) અને 81 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ ત્રિવેણી સંગમ પાસે સુગરી પક્ષીઓની કોલોની:પ્રકૃતિના આર્કિટેક્ટના અદભુત માળા બન્યા આકર્ષણનું કેન્દ્ર
    Next Article
    બોટાદની ખાનગી કંપનીમાં હિપેટાઇટિસ ડે ઉજવાયો:હેલ્થ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment