Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની ખાનગી કંપનીમાં હિપેટાઇટિસ ડે ઉજવાયો:હેલ્થ કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું

    21 hours ago

    બોટાદ જિલ્લાના ભદ્રાવડી ગામ સ્થિત મારૂતિ દોરા કંપનીમાં વિશ્વ હિપેટાઇટિસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના DTHO ડૉ. અરુણકુમાર સિંહ અને ICTC ઇન્ચાર્જ ડૉ. યજ્ઞેશકુમાર ઇશાનવાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ઉજવણીના ભાગરૂપે હેલ્થ કેમ્પ અને IEC (માહિતી, શિક્ષણ અને સંચાર) જાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે PHC ભદ્રાવડીના મેડિકલ ઓફિસર ડૉ. કિરીટ, LT અનિલભાઈ ચૌહાણ, ICTC કાઉન્સેલર મેહુલભાઈ ધામેલ, ORW રાહુલભાઈ અને LWS બોટાદના ભરતભાઈ સુમાણિયા સહિતના સ્ટાફે હાજરી આપી કામગીરી કરી હતી. હેલ્થ કેમ્પ દરમિયાન કુલ 58 લોકોનું HIV, RPR અને HBSAG માટે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 174 લોકોને HIV, STI (જાતીય સંક્રમિત રોગો) અને હિપેટાઇટિસ-B, C વિશે IEC દ્વારા વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં લોકોને હેલ્પલાઇન 1097 વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ, બારકોડ દ્વારા રિસ્ક એસેસમેન્ટ (જોખમ મૂલ્યાંકન) કેવી રીતે કરવું તે અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ₹4.85 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:વીંઝરાણા પાટીયા નજીક હ્યુન્ડાઈ i20 કારને રોકી બગવદર પોલીસે એક આરોપીને પકડ્યો, એક ફરાર
    Next Article
    Pakistan Announces Bizarre 'Padel' Mandate To Fix Cricketers' Fitness

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment