Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ ત્રિવેણી સંગમ પાસે સુગરી પક્ષીઓની કોલોની:પ્રકૃતિના આર્કિટેક્ટના અદભુત માળા બન્યા આકર્ષણનું કેન્દ્ર

    22 hours ago

    સોમનાથ-પ્રભાસ પાટણના પવિત્ર ત્રિવેણી સંગમ નજીક આવેલા સૂર્યમંદિર પરિસરમાં સુગરી પક્ષીઓએ માળાઓની કોલોની બનાવી છે. અહીંની જળમય ઊંડી વાવ ઉપરના વૃક્ષોમાં આ પક્ષીઓએ અદભુત અને નયનરમ્ય માળાઓ વસાવ્યા છે. ઝાડની ડાળીઓ પર ઝૂલતા આ માળાઓ પ્રકૃતિની અનોખી કારીગરી અને પક્ષીઓની ઇજનેરી કુશળતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. અંગ્રેજીમાં 'વીવર બર્ડ' તરીકે ઓળખાતી સુગરી ચકલી જેવા કદનું નાનું પક્ષી છે. તેની માળા બનાવવાની કળા વિશ્વભરમાં પ્રખ્યાત છે. સુગરીના માળા પ્યાલા આકારના હોય છે અને તેમાં અલગ-અલગ બખોલો તથા પ્રવેશદ્વારની વ્યવસ્થા હોય છે, જે કોઈ કુશળ આર્કિટેક્ટે બનાવેલા ત્રણ માળના ઘર જેવી લાગે છે. ઘાસ, પાંદડા અને કુદરતી રેશાઓને બારીકાઈથી ગૂંથીને બનાવેલા આ માળા અત્યંત મજબૂત હોય છે. ભારે વરસાદ અને તોફાની પવનમાં પણ માળાની અંદર પાણીનું એક ટીપું પણ પ્રવેશતું નથી, જે તેની અનોખી બાંધકામ શૈલી દર્શાવે છે. સુગરી પક્ષી માળા બનાવવા માટે એવી જગ્યા પસંદ કરે છે જ્યાં વૃક્ષની નીચે વાવ, કૂવો કે અન્ય જળાશય હોય. આનાથી સાપ જેવા શિકારી પ્રાણીઓ માટે માળા સુધી પહોંચવું મુશ્કેલ બને છે. બચ્ચાઓની સુરક્ષા માટે માળાના તળિયે થોડી માટી પણ ભરવામાં આવે છે, જેથી પવનમાં માળાની હિલચાલ ઓછી થાય. માળાનું સંપૂર્ણ નિર્માણ નર સુગરી દ્વારા કરવામાં આવે છે. માળો બનાવતી વખતે તે સતત ચીં-ચીં અને સીટી જેવા અવાજો કરીને માદા સુગરીને આકર્ષે છે. જે નરનો માળો વધુ મજબૂત, સુંદર અને વ્યવસ્થિત હોય તેની સાથે માદા સુગરી સંબંધ બાંધે છે. પક્ષીજગતમાં કુદરતી પસંદગીની આ પ્રક્રિયા અત્યંત રસપ્રદ માનવામાં આવે છે. પ્રભાસ તીર્થના વયોવૃદ્ધ પક્ષીપ્રેમી ભાસ્કરભાઈ વૈદ્યએ જણાવ્યું હતું કે સુગરી પક્ષીને વિશ્વભરમાં "પ્રકૃતિના આર્કિટેક્ટ" તરીકે ઓળખવામાં આવે છે. તેમની વણાટ શક્તિ, બારીક ગૂંથણી, રક્ષણાત્મક આયોજન અને કુટુંબ પ્રત્યેની જવાબદારી માનવજાત માટે પણ પ્રેરણારૂપ છે. તેમણે ઉમેર્યું કે સુગરીના માળા માત્ર નિવાસસ્થાન નથી, પરંતુ કુદરત દ્વારા સર્જાયેલો અદભુત ઇજનેરી ચમત્કાર છે.
    Click here to Read More
    Previous Article
    'મહાજનનું મામેરું' યોજના હેઠળ 279મા દીકરીના લગ્ન સંપન્ન થયા:નવવધૂ મનીષાને ઘરવખરી તેમજ રૂ. 11 હજારના બોન્ડની ભેટ અર્પણ કરી શુભકામનાઓ પાઠવાઈ
    Next Article
    ₹4.85 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:વીંઝરાણા પાટીયા નજીક હ્યુન્ડાઈ i20 કારને રોકી બગવદર પોલીસે એક આરોપીને પકડ્યો, એક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment