Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મહાજનનું મામેરું' યોજના હેઠળ 279મા દીકરીના લગ્ન સંપન્ન થયા:નવવધૂ મનીષાને ઘરવખરી તેમજ રૂ. 11 હજારના બોન્ડની ભેટ અર્પણ કરી શુભકામનાઓ પાઠવાઈ

    23 hours ago

    ભુજમાં શ્રી ક.વી.ઓ. જૈન મહાજન દ્વારા સંચાલિત 'મહાજનનું મામેરું' યોજના હેઠળ 279મા દીકરીના લગ્ન સંપન્ન થયા. નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામના સ્વર્ગસ્થ કાનજીભાઈ ગરવાની પુત્રી મનીષાના લગ્ન ભુજના મોહનભાઈ ગરવાના પુત્ર મનિષ સાથે યોજાયા હતા. આ લગ્નોત્સવ સાજન મહાજનની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસપૂર્વક સંપન્ન થયો.આ સેવા કાર્ય છેલ્લા પંદર વર્ષથી અનશનવ્રતધારી અને જૈન સમાજરત્ન તારાચંદભાઈ છેડાની પ્રેરણા તથા માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. સંસ્થાના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાની આગેવાનીમાં આ યોજના આર્થિક રીતે નબળા અને મધ્યમવર્ગીય પરિવારોને કોઈપણ જાતિ કે સમાજના ભેદભાવ વિના દીકરીના લગ્નમાં સહયોગ પૂરો પાડે છે. અત્યાર સુધીમાં અનેક પરિવારોને લગ્નના વધતા ખર્ચમાંથી રાહત મળી છે. પ્રમુખ જીગરભાઈ છેડાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં દીકરીના લગ્ન સામાન્ય પરિવારો માટે મોટો આર્થિક પડકાર બની ગયા છે. આવી સ્થિતિમાં 'મહાજનનું મામેરું' યોજના અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તેમણે વધુમાં વધુ જરૂરિયાતમંદ પરિવારોને યોજનાનો લાભ લેવા અપીલ કરી અને આ સેવાયજ્ઞમાં સતત સહયોગ આપતા તમામ દાતાશ્રીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી. લગ્ન પ્રસંગે વિવિધ દાતાશ્રીઓએ નવવધૂને ઘરવખરી અને ઉપયોગી ભેટસોગાદ અર્પણ કરી હતી. સંસ્થા તરફથી રૂ. 11 હજારનું બોન્ડ પણ ભેટરૂપે આપવામાં આવ્યું. આ પ્રસંગે મહાજનના હોદ્દેદારો, ટ્રસ્ટીઓ, દાતાશ્રીઓ, સખીવૃંદના સભ્યો તથા મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી નવદંપતીને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર આયોજન સંસ્થાના કાર્યકરો અને કર્મયોગીઓએ સુવ્યવસ્થિત રીતે સંભાળ્યું હતું, અને વૈદિક વિધિઓ સાથે લગ્નવિધિ પૂર્ણ થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    આરોપીના વાળ પકડી દંડા ફટકારનાર DCP નકુમની મુશ્કેલીમાં વધારો:વકીલની રજૂઆત બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો લઈ કાર્યવાહી શરૂ કરી, સસ્પેન્શનની તલવાર લટકી
    Next Article
    સોમનાથ ત્રિવેણી સંગમ પાસે સુગરી પક્ષીઓની કોલોની:પ્રકૃતિના આર્કિટેક્ટના અદભુત માળા બન્યા આકર્ષણનું કેન્દ્ર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment