Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોકાણના નામે ₹48.45 લાખની છેતરપિંડી:ફતેગંજમાં બિલ્ડરે ફ્લેટ બુકિંગના નામે ₹40 લાખ પડાવ્યા, સયાજીગંજમાં વધુ વ્યાજની લાલચે બે લોકો સાથે ₹8.45 લાખની ઠગાઈ

    19 घंटे पहले

    વડોદરા શહેરમાં રોકાણ પર વધુ વળતરની લાલચ આપીને નાગરિકો પાસેથી નાણાં પડાવી લેવાના વધુ ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. ફતેગંજ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ત્રણેય ફરિયાદોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વિવાદિત પ્રોજેક્ટમાં ફ્લેટ બુકિંગના નામે ₹40 લાખની ઠગાઈ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફતેગંજના હેમદીપ ફ્લેટમાં રહેતા રવિન્દ્ર યશવંતરાય પરમેકર સાથે રૂ. 40 લાખની છેતરપિંડી થઈ છે. 'ઇન્ફીબ્રીક્સ ડેવલપર્સ'ના માલિક આરોપી માજીદખાન જફરુલ્લાખાન પઠાણે જીમખાના રોડ પર આવેલી 'ધ વિસ્ટા' નામની સાઇટ વિવાદમાં હોવાનું અને બાંધકામ બંધ હોવાનું જાણવા છતાં ફરિયાદીને લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ ફ્લેટ બુકિંગના નામે ₹40 લાખનું રોકાણ કરાવ્યું હતું. જોકે, આજદિન સુધી ન તો ફ્લેટનું બુકિંગ કરી આપ્યું કે ન તો રોકાણની રકમ પરત કરી હતી. સમૃદ્ધ જીવન સોસાયટીના નામે ₹3.95 લાખની છેતરપિંડી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટીમાં રોકાણના નામે છેતરપિંડીની બે અલગ-અલગ ફરિયાદો 21 નવેમ્બર, 2026ના રોજ નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ મુજબ, અકોટા વિસ્તારમાં રહેતી નેહા દીપક દોશીના લગ્ન પહેલાં વર્ષ 2013થી 2016 દરમિયાન આરોપી પ્રીતિ મરાઠેએ તેમના માતા-પિતાના ઘરે જઈને સોસાયટીમાં રોકાણ કરવાથી વધુ વ્યાજ મળશે તેવી ખાતરી આપી હતી. આ લાલચમાં આવી ફરિયાદીના પિતાએ કુલ રૂ. 3.95 લાખનું રોકાણ કર્યું હતું, જે સમય વીતી જવા છતાં પરત ન આપી વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. વધુ વ્યાજની લાલચ આપી ₹4.50 લાખ પડાવી લીધા સયાજીગંજ પોલીસ મથકમાં નોંધાયેલા અન્ય એક બનાવમાં અલકાનગર સોસાયટીના રહેવાસી જ્યુડ ડોમનીક ડિસોઝાએ આરોપી શેખર જોશી અને સચિન કદમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2014 અને 2015 દરમિયાન આ બંને આરોપીઓએ ફરિયાદીના ઘરે જઈ ઉપરોક્ત સોસાયટીમાં રોકાણ કરવાથી વધુ વ્યાજ મળશે તેવી લાલચ આપી હતી. તેમની વાતોમાં આવીને ફરિયાદીએ બંને આરોપીઓ મારફતે કુલ રૂ. 4.50 લાખનું રોકાણ કર્યું હતું. લાંબો સમય વીત્યા બાદ પણ નાણાં પરત નહીં આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    કેનેડાના PM સામે ટ્રમ્પની મજાક ઉડતા લોકો ખડખડાટ હસ્યા:રોસ્ટ ડિનરમાં ડોનાલ્ડ ટ્રમ્પ બનીને આવ્યો કોમેડિયન, અમેરિકી રાષ્ટ્રપતિની સ્ટાઇલમાં ડાન્સ-હેન્ડશેક કર્યો
    Next Article
    કેપ્ટન ગિલની દરેક ચાલ નિષ્ફળ, હતાશ થઈને બેસી ગયો:વિકેટ માટે રીતસરના ટળવળ્યા ઈન્ડિયન બોલર્સ; મિચેલ-ફિલિપ્સ ગુંદરની જેમ ક્રિઝ પર ચોંટી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment