Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘PM ગુજરાતમાં છે તે જાહેરાત કરે કે મંજૂરી નહિ અપાઈ’:ગાંધીની ભૂમિ પોરબંદરમાં લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી, કોંગ્રેસે વિરોધ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા

    4 days ago

    પોરબંદરમાં જાણીતી હોટેલોને લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી છે. ગાંધીની ભૂમિ પોરબંદરમાં લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી પૂર્ણ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ કેટલાક નિયમો સાથે દારૂની છૂટ આપ્યા બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે દારૂની સુવિધા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજૂરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપ ગાંધીની વિચારધારાને અને સંસ્થાઓને ખતમ કરવાનું કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજૂરી આપવામાં ન આવે તેવી કોંગ્રેસે માગ કરી છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજુરી નહિ અપાઈ તે જાહેરાત PM કરે તેવી માગ પોરબંદરમાં 1500થી વધુ લોકો લિકર પરમિટ ધરાવે છે. પરમિટ ધારકો જિલ્લા બહાર દારૂ લેવા માટે જતા હોય છે, જેથી પોરબંદરમાં જ લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી ચાલી રહી હોવાની વિગતો સામે આવતા કોંગ્રેસે તેનો વિરોધ કર્યો છે. ભાજપ ગાંધીજીની વિચારધારાને ખતમ કરવા માગતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગોડસેએ ગાંધીજીની હત્યા કરી તે જ વિચારધારાના લોકો ગાંધીની વિચારધારાને ખતમ કરવા માંગતા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજુરી નહીં આપવામાં આવે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાહેરાત કરે તેવી પણ કોંગ્રેસે માગ કરી છે. યુવાનોનું ભવિષ્ય બચાવવા માટે સમગ્ર ગુજરાતમાં દારૂ બાંધીના કાયદાની કડક અમલવારી થાય તેવી પણ કોંગ્રેસે માગ કરી છે. ‘ગાંધીની વિચારધારાને નુકસાન પહોંચાડવાનો ભાજપનો પ્રયાસ’ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે લિકર શોપની મંજૂરી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે, જે આપણા સૌ માટે ચોંકાવનારા છે. એક તરફ ગાંધીની વિચારધારાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ભાજપ કરી રહી છે. ગાંધીજીને સંસ્થાને તોડી નાખો અને આધુનિકરણ કરવાના બહાને બુલડોઝર ફેરવી દેવામાં આવે છે. ત્યારે બીજી તરફ ગાંધી ગાંધી વિચારની સંસ્થાઓને કઈ રીતે ખતમ કરી શકાય તેવી સતત પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ગાંધીજીની જન્મભૂમિ પર લિકર શોપની મંજૂરી આપવાના સમાચાર એવા છે કે, જેમણે નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી તે જ વિચારધારાના લોકો ગાંધીજીની વિચારધારાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ‘વિદેશમાં પ્રધાનમંત્રી પોતે ગાંધીજી સિવાય બીજી વાત કરતા નથી’ વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ લોકોને વિનંતી કરવા માગું છું કે પક્ષા-પક્ષીથી ઉપર રહીને કામ કરવાની જરૂર છે. વિશ્વમાં દેશ ગાંધીની વિચારધારા તરીકે ઓળખાય છે. ભારત દેશ પણ ગાંધી તરીકે ઓળખાય છે. વિદેશમાં જાય ત્યારે પ્રધાનમંત્રી પોતે પણ ગાંધીજી સિવાય બીજી કોઈ વાત કરતા નથી. વિશ્વ આખું ગાંધી વિચારધારા પર આગળ વધતું હોય ત્યારે ગુજરાતની શાસકો જે રીતે પગલા ભરી રહ્યા છે તે જરાય પણ વ્યાજબી નથી. પ્રધાનમંત્રી ગુજરાતમાં આવ્યા છે તો તેમને જાહેરાત કરવી જોઈએ કે, ગાંધીની ભૂમિ પર પણ સમગ્ર ગુજરાતની જેમ સખત કાયદાની અમલવારી થશે તો જ સાચા અર્થમાં ગાંધી વિચારધારાને આગળ વધારી શકીશું અને નવ યુવાનો જે ગુજરાતનું ભવિષ્ય છે તેને નશાની આડમાંથી બચાવી શકીશું.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં ક્ષયના દર્દીઓમાં ચિંતાનજક વધારો:વર્ષ 2026માં અત્યાર સુધીમાં 1,241 દર્દી નોંધાયા, જિલ્લાના 146 ગામ સંપૂર્ણપણે ક્ષયમુક્ત થયા
    Next Article
    રાજકોટ મહાપાલિકાની ઐતિહાસિક કર વસૂલાત:31 માર્ચ સુધીમાં રૂ. 438 કરોડની વસુલાત સાથે તંત્રએ રચ્યો નવો વિક્રમ, હજુ અનેક સરકારી સંસ્થાઓનાં મળી રૂ. 91.98 કરોડ બાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment