Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં ક્ષયના દર્દીઓમાં ચિંતાનજક વધારો:વર્ષ 2026માં અત્યાર સુધીમાં 1,241 દર્દી નોંધાયા, જિલ્લાના 146 ગામ સંપૂર્ણપણે ક્ષયમુક્ત થયા

    6 days ago

    મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ક્ષય રોગના દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડાઓ મુજબ વર્ષ 2025માં જિલ્લામાં 1,355 ક્ષયના દર્દીઓ નોંધાયા હતા. જેની સામે વર્ષ 2026ના પ્રારંભિક ગાળામાં જ અત્યાર સુધીમાં 1,241 જેટલા દર્દી સરકારી ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લામાં ટીબીનું સંક્રમણ વધી રહ્યું છે. જો કે આ ચિંતાજનક સ્થિતિની વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના પ્રયાસોને પરિણામે મહેસાણાના 600 ગામ પૈકી 146 ગામ સંપૂર્ણપણે ક્ષય મુક્ત બનવામાં સફળ રહ્યા છે. એક તરફ નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો બીજી તરફ ગામડાઓને ટીબી મુક્ત કરવાની ઝુંબેશ પણ વેગ પકડી રહી છે. 'જિલ્લામાં ક્ષયરોગથી મૃત્યુદરમાં વધારો થયો' મહેસાણા જિલ્લાના ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી સુહાગ શ્રીમાળીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં ક્ષય રોગના કારણે મૃત્યુદરમાં પણ વધારો નોંધાયો છે.હાલની સ્થિતિએ દર 1 લાખની વસ્તીએ 3-4 વ્યક્તિઓના મૃત્યુ ક્ષય રોગને કારણે થઈ રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટીબીના રોગને જડમૂળથી નાથવા માટે એક વિશેષ અને નવીન ‘એક્શન પ્લાન’ તૈયાર કરવામાં આવ્યો છે. આ એક્શન પ્લાન અંતર્ગત દર્દીઓનું વહેલું નિદાન,સચોટ સારવાર અને લોકોમાં જાગૃતિ લાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવશે.ખાસ કરીને જે ગામો હજુ ક્ષય મુક્ત થયા નથી, ત્યાં સઘન તપાસ હાથ ધરીને ટીબી મુક્ત ગામની સંખ્યા વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આગામી સમયમાં વહીવટી તંત્ર આ આયોજનબદ્ધ કામગીરી દ્વારા જિલ્લામાં ક્ષય રોગના વ્યાપને ઘટાડવા માટે કટિબદ્ધ દેખાઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર સિટી-એ PI નિકુંજસિંહ ચાવડાની સુરત બદલી:પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા સન્માન સાથે વિદાય સમારોહ યોજાયો
    Next Article
    ‘PM ગુજરાતમાં છે તે જાહેરાત કરે કે મંજૂરી નહિ અપાઈ’:ગાંધીની ભૂમિ પોરબંદરમાં લિકર શોપની મંજૂરી આપવાની તૈયારી, કોંગ્રેસે વિરોધ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment