Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુનપુરમાં ₹48 લાખના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:₹25 લાખ નવીન ગ્રામ પંચાયત ભવન અને ₹10 લાખના ખર્ચે નવીન પ્રોટેક્શન વોલ બનશે

    6 days ago

    હિંમતનગર તાલુકાના મુનપુર ગામે શનિવારે કુલ 48 લાખ રૂપિયાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે સંપન્ન થયો હતો. આ વિકાસકામોમાં 25 લાખ રૂપિયાના ખર્ચે બનનાર નવીન ગ્રામ પંચાયત ભવન અને 10 લાખ રૂપિયાના ખર્ચે બનનાર નવીન પ્રોટેક્શન દિવાલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે 5 લાખ રૂપિયાના ખર્ચે બનેલા પ્રાથમિક શાળાના નવીન શેડ અને 8 લાખ રૂપિયાના ખર્ચે બનેલી નવીન આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર તાલુકા ભાજપા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ હિતેશ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિષ્ણુસિંહ ચૌહાણ, APMC ડિરેક્ટર મુકેશ પટેલ, મુનપુર સરપંચ તારાબા ઝાલા, દેવુંસિંહ ઝાલા, કડોલી સરપંચ નરેન્દ્રસિંહ ઝાલા, જોરાપુર સરપંચ સુરેશ પટેલ, અશ્વિન પટેલ, મુનપુર પ્રાથમિક શાળાના આચાર્ય ભરત પટેલ અને તલાટી લક્ષ્મીબેન પરમાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આંતરરાજ્ય ઠગાઈ ગેંગના ત્રણ આરોપીઓ ઝડપાયા:ઓડિશા, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં વોન્ટેડ, અમરેલી LCBએ કાર્યવાહી કરી
    Next Article
    વેરાવળમાં ભાઈચારા અને કોમી એકતાનો સુંદર નઝારો:નમાઝ બાદ સૌએ એકબીજાને ઈદની મુબારકબાદી આપી; અમન-શાંતિ માટે દુઆ માંગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment