Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડરે ખોલી પોલ:મહેસાણા LCBએ વિજાપુરથી યુવકને દબોચ્યો, ગાંધીનગરનો અનડિટેક્ટ બાઇક ચોરીનો ગુનો ઉકેલાયો

    21 hours ago

    જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ લાંબા સમયથી અનડિટેક્ટ રહેલા ગુનાઓનો ભેદ ઉકેલવા અપાયેલી કડક સૂચનાઓના પગલે મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મહત્વની સફળતા સાંપડી છે. વિજાપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે નંબર પ્લેટ વગરની બાઇક સાથે એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડી પૂછપરછ કરતાં ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ મથકે નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ થયો છે. વિજાપુર સ્ટેશન ચક્કર ખાતેથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયો એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.ડી. કાકરેચા તથા સ્ટાફના માણસો વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ખત્રીકુવા ખાતે પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણજી ઉગાજી તથા કોન્સ્ટેબલ અક્ષયસિંહ વખતસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે વિજાપુર સ્ટેશન ચક્કર ખાતે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકને નંબર પ્લેટ વગરની કાળા રંગની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે અટકાવીને પૂછપરછ હાથ ધરી હતી. ચેચિસ નંબર ઘસાયેલો હતો પણ એન્જિન નંબરે ભાંડો ફોડી દીધો પોલીસે પંચોની રૂબરૂ બાઇકના એન્જિન અને ચેચિસ નંબરની ચકાસણી કરતાં ચેચિસ નંબર ઘસી નાખેલો જણાયો હતો. જોકે, પોલીસે સતર્કતા દાખવી એન્જિન નંબરના આધારે આરટીઓ (RTO) રેકોર્ડની ઓનલાઇન તપાસ કરતાં આ વાહનનો અસલ રજિસ્ટ્રેશન નંબર GJ.18.CG.9362 હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે યુવક પાસે વાહનના જરૂરી દસ્તાવેજો માંગતા તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો અને સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. જરૂરિયાત હોવાથી વાડામાંથી ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ દ્વારા કડકાઈથી પૂછપરછ કરવામાં આવતાં આરોપીએ ગુનાની કબૂલાત કરી લીધી હતી. તેણે જણાવ્યું કે, પોતે છૂટક મજૂરી કામ કરે છે અને આશરે એકાદ મહિના પહેલાં બાઇકની તાતી જરૂરિયાત હોવાથી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોલૈયા (આનંદપુરા) ગામે રાત્રિના અંધારામાં એક વાડામાંથી આ બાઇકની ચોરી કરી હતી. પોલીસ રેકોર્ડ તપાસતાં આ ચોરી અંગે માણસા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયેલો હોવાનું સ્પષ્ટ થયું હતું. મહેસાણા LCBએ ₹15,000ની કિંમતનું મોટરસાયકલ કબજે કરી 20 વર્ષીય આરોપી પંકજભાઈ ઉર્ફે અજયભાઈ દંતાણીની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને વિજાપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 14 થી 16 ઓક્ટોબર સુધી પાસપોર્ટ સેવા મોબાઈલ વાન:અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલયની પહેલ, અરજદારો નવી એપોઇન્ટમેન્ટ બુક કરી શકશે
    Next Article
    મોરબી રાજપૂત સમાજ દ્વારા ત્રણ દિવસીય નવરાત્રી મહોત્સવ:વિજયાદશમીએ મહારાણા પ્રતાપ સર્કલથી શોભાયાત્રા યોજાશે, ન્યૂ પેલેસમાં શસ્ત્રપૂજન કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment