Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં 14 થી 16 ઓક્ટોબર સુધી પાસપોર્ટ સેવા મોબાઈલ વાન:અમદાવાદ પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલયની પહેલ, અરજદારો નવી એપોઇન્ટમેન્ટ બુક કરી શકશે

    20 hours ago

    અમદાવાદના પ્રાદેશિક પાસપોર્ટ કાર્યાલયે મોરબી જિલ્લામાં 'પાસપોર્ટ સેવા મોબાઈલ વાન'ની સુવિધા શરૂ કરી છે. આ વાન 14 થી 16 ઓક્ટોબર, 2026 દરમિયાન મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત રહેશે. નાગરિકોને ઘરઆંગણે પાસપોર્ટ સેવાઓ આપવાનો હેતુ છે. ઈચ્છુક અરજદારો નવી એપોઇન્ટમેન્ટ બુક કરી શકશે અથવા અગાઉથી બુક કરાવેલી એપોઇન્ટમેન્ટને રિશેડ્યૂલ પણ કરી શકશે. એપોઇન્ટમેન્ટ માટે, passportindia.gov.in વેબસાઇટ પર અરજી સબમિટ કરી ફી ભરવી પડશે. પછી 'Schedule Appointment' પેજ પર 'Mobile Van Morbi' પસંદ કરી એપોઇન્ટમેન્ટ બુક કરી શકાશે. અરજી સાથે જરૂરી અસલ દસ્તાવેજો અને તેની સ્વ-પ્રમાણિત ઝેરોક્ષ નકલ લાવવી પડશે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને આ સુવિધાનો લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    આજથી ભાવનગર કલેક્ટર કચેરી નવા સરનામે વિદ્યાનગર ખસેડાઈ:₹ 33 કરોડના ખર્ચે નિર્મિત 'જિલ્લા સેવા સદન' કાર્યાન્વિત, હવે તમામ મહેસૂલી સેવાઓ એક જ સંકુલમાં
    Next Article
    નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડરે ખોલી પોલ:મહેસાણા LCBએ વિજાપુરથી યુવકને દબોચ્યો, ગાંધીનગરનો અનડિટેક્ટ બાઇક ચોરીનો ગુનો ઉકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment