Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઔરંગા,ખાંજણતટના ભાગડાવડામાં લાખોની‎સામગ્રી તબાહ:ઔરંગા,ખાંજણતટના ભાગડાવડામાં લાખોની સામગ્રી તબાહ,સરપંચ ટીમ 4 દિવસથી રસ્તા પર

    1 day ago

    વલસાડમાં 23 જૂલાઇએ ઔરંગાનદીના ભયંકર પૂરે શહેરના પરાં સમાન ભાગડાવડા ગામમાં પણ ભારે તબાહી થઈ છે. આ ટાંકણે પંચાયત પાસે મર્યાદિત સાધન સામગ્રીની મોટી વિટંબણા હતી, છતાં હિંમત હાર્યા વિના ગામ સરપંચ ધર્મેશ પટેલની ટીમ એક્ટિવ મોડમાં છે. પૂરનો કચરો, ઝાડી ઝાંખરા અને ઘરોમાં 8 થી 12 ફુટ સુધી ઘૂસી જતાં ધરવખરી કાટમાળમાં જેવું ફેરવાઇ ગઈ છે. જેને લઈ સફાઈ માટે પંચાયતના સરપંચ ધર્મેશ પટેલ અને સભ્યોની ટીમ 4 દિવસથી રસ્તા પર ઉતરી છે. જેનાથી હજારો ગ્રામજનોને રાહત મળી છે. ઔરંગા નદી અને દરિયાઇ ખાંજણ તટ સમીપે ભાગડાવડા ગ્રામ પંચાયતમાં શાસનનો સૂકાન યુવા સરપંચ ધર્મેશ બી.પટેલ સંભાળી રહ્યા છે. 23 જૂલાઇએ મધરાતથી ઉપરવાસથી અતિભારે વરસાદના પગલે ઔરંગાના ઘોડાપૂર આવી પહોંચતાં ભાગડાવડામાં નવી નગરી, યોગેશ્વર નગર, વિનાયક સોસાયટી, ગ્રીનપાર્ક સોસાયટી સહિતના અન્ય વિસ્તારોની વસાહતોમાં ગળાડૂબ પાણી્ ભરાતાં ભયંકર નુકસાન થયું હતું. આ કુદરતી આફત સામે સરપંચ ધર્મેશ પટેલે તેમના સભ્યો કાર્યકરો, પંચાયત કર્મચારીઓની ટીમે વરસતા વરસાદમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું . આ સાથે ગ્રામજનોને રાહત અર્થે સતત સફાઈ અભિયાન હાથ ધર્યું છે. ગ્લોવ્ઝ પહેરી સરપંચ-સભ્યો કામે વળગ્યા રોગચાળો ફેલાય તે પહેલા સરપંચ ધર્મેશ પટેલે 3 જેસીબી,7 ટ્રકટરોને સોસાયટીઓમાં કામે લગાડી કચરો ઉપાડવાની સતત કામગીરી કાર્યવાહી રાઉન્ડ ધ કલોક કાર્યરત રાખવા પંચાયત સભ્યોનો સહકાર મળ્યો,અસરગ્રસ્ત ગ્રીનપાર્કના સભ્યો મોહસીન સૈયદ, ફરહીન મોઇન શેખ,નઇમા ઇસ્માઇલ નઇમ શેખ સાથે લઇ સરપંચ ધર્મેશ પટેલે ઝાડૂ લઇ હેન્ડગ્લોવ્ઝ પહેરી ગ્રીનપાર્કમાં પહોંચીપ્લાસ્ટિકના થેલાઓમાં કચરો વિણી યુધ્ધના ધોરણે સફાઇની ઝુંબેશ જારી છે.પૂરની સ્થિતિ બાદ ગંદકીથી રોગચાળો ન ફેલાય તે માટે ગ્રામજનો સફાઇમાં જોતરાયા.
    Click here to Read More
    Previous Article
    તરણેતરના મેળાની તૈયારીઓ શરૂ:કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી; વિભાગોને નિર્દેશ આપ્યા;14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન મેળો યોજાશે
    Next Article
    Cockroaches, Rotten Food Found At Poornima Restaurant, Five Mumbai Clubs

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment