Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ભાઈચારા અને કોમી એકતાનો સુંદર નઝારો:નમાઝ બાદ સૌએ એકબીજાને ઈદની મુબારકબાદી આપી; અમન-શાંતિ માટે દુઆ માંગી

    6 days ago

    આજે, 21 માર્ચ 2026 ના રોજ, ગુજરાત સહિત સમગ્ર દેશમાં રમઝાન ઈદ (ઈદ-ઉલ-ફિત્ર) નો પવિત્ર તહેવાર ભારે ઉત્સાહ અને ભાઈચારા સાથે ઉજવાયો હતો. 30 દિવસના રોઝા પૂર્ણ કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ વહેલી સવારે ઈદગાહ અને મસ્જિદોમાં સામૂહિક નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ સૌએ એકબીજાને “ઈદ મુબારક” કહી ગળે મળી દેશ અને સમાજમાં અમન-શાંતિ માટે દુઆ માંગી હતી. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં પણ ઈદનો ઉત્સવ વિશેષ ઉમંગ સાથે ઉજવાયો હતો. શહેરના વિવિધ ઈદગાહોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ ભેગા થઈ ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. નમાઝ બાદ પરસ્પર ગળે મળી શુભેચ્છાઓ આપતા સૌહાર્દપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. આ પવિત્ર દિવસે ઘરોમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ પકવાનો તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને ‘શીર ખુરમા’ (સેવૈયા)નું વિશેષ મહત્વ રહ્યું હતું. લોકો પોતાના સગાસંબંધીઓ, મિત્રો અને પડોશીઓને મીઠાઈઓ ખવડાવી ખુશીઓ વહેંચતા જોવા મળ્યા હતા. બાળકો માટે ઈદનો દિવસ ખાસ આનંદદાયક રહ્યો હતો, કારણ કે તેમને ‘ઈદી’ રૂપે ભેટો આપવામાં આવી હતી. સાથે જ ગરીબો અને જરૂરિયાતમંદોને સદકા-એ-ફિત્ર આપી માનવતા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પણ રજૂ કરવામાં આવ્યું હતું. વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા પટની જમાત ખાતે એક સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ રાજકીય અને સામાજિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી કોમી એકતાનું સુંદર દ્રશ્ય ઉભું કર્યું હતું. આ પ્રસંગે સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજાએ જણાવ્યું હતું કે, આ પવિત્ર દિવસે સમાજ અને પરિવાર સાથે દેશની પ્રગતિ અને કોમી એકતા માટે સૌએ દિલથી દુઆ કરી છે. રમઝાન ઈદનો આ તહેવાર માત્ર આનંદનો જ નહીં, પરંતુ પ્રેમ, ભાઈચારો અને એકતાનો સંદેશ આપતો બની રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મુનપુરમાં ₹48 લાખના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:₹25 લાખ નવીન ગ્રામ પંચાયત ભવન અને ₹10 લાખના ખર્ચે નવીન પ્રોટેક્શન વોલ બનશે
    Next Article
    Patan Nuisance News | ભાવેશ જીલીયાના ફાર્મ પર તંત્રનું બુલડોઝર | Illegal Encroachment | Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment