Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભથવાડા પાસે બોલેરોમાંથી ₹4.59 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:તહેવારો પહેલા મધ્યપ્રદેશથી આવતો ₹10.14 લાખનો મુદ્દામાલ પકડાયો, એક વોન્ટેડ

    1 day ago

    આગામી તહેવારોની મોસમને ધ્યાને રાખીને પરપ્રાંતમાંથી ગુજરાતમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઘૂસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ તંત્ર પણ સતત એલર્ટ મોડ પર છે. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી તથા દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા અને લિસ્ટેડ બુટલેગરો સામે પરિણામલક્ષી કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત લીમખેડા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક કરન પન્નાના માર્ગદર્શન હેઠળ પીપલોદ પોલીસ રાઉન્ડ ધ ક્લોક સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરી રહી છે. દરમિયાન પીપલોદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એન. પરમાર પોતાના સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે વખતે મળેલી ચોક્કસ બાતમીના આધારે ભથવાડા ગામે હાઇવે રોડ પર વાહન ચેકિંગ ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન મધ્યપ્રદેશ તરફથી આવી રહેલી સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી નંબર MP11G2554ને શંકાના આધારે રોકી તલાશી લેવામાં આવી હતી. વાહનની સઘન તપાસ કરતા તેમાં બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બોટલો તેમજ બીયર ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વિવિધ બ્રાન્ડની બીયર ટીન તેમજ કાચના ક્વાર્ટર ભરેલી કુલ 110 પેટીઓ મળી 3120 નંગ બોટલો કબજે કરી હતી, જેની કિંમત 4,59,120 રૂપિયા થાય છે. આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી 5,50,000 રૂપિયાની બોલેરો ગાડી તથા 5000 રૂપિયાનો એક મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે. આમ, પોલીસે કુલ મળીને 10,14,120 રૂપિયાનો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કરી દારૂની હેરાફેરીના આ મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે બોલેરો ચાલક ક્રિષ્ના ઉર્ફે કાળુ ગોપાલ અજનાર (રહે. ભોપાવર, તા. સરદારપુર, જિ. ધાર, એમપી)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો મોકલનાર દીપક કનૈયા (રહે. રાજગઢ, તા. સરદારપુર, જિ. ધાર, એમપી)નું નામ ખુલતાં તેને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એન. પરમાર સાથે એએસઆઈ સંજય મોતી, પોલીસ કોન્સ્ટેબલ વસંત માના, રાજેશ ભગવાન અને અલ્કેશ રમણ સક્રિય રીતે જોડાયેલા રહ્યા હતા. તહેવારો પહેલાં જ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દેતી પીપલોદ પોલીસની આ સપાટાબંધ કામગીરીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું નવું ભોજન કેન્દ્ર શરૂ થશે:ત્રાજપર ચાર રસ્તા પાસે શ્રમિકોને 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન, કાંતિલાલ અમૃતિયા કરશે લોકાર્પણ
    Next Article
    બનેવીની હત્યા કરનાર સાળો ઘટનાના 22માં દિવસે ઝડપાયો:ભક્તિનગર સર્કલ પાસે બહેનના પ્રેમલગ્નનો ખાર રાખી છરી વડે બનેવીને રહેંશી નાખ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment